Connect Gujarat
ગુજરાત

ભરૂચ : JCI દ્વારા વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

કેમ્પનો લાભ લેવા જાહેર જનતાને કરાઇ અપીલ.

ભરૂચ : JCI દ્વારા વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન
X

ભરૂચ શહેરની શ્રવણ વિધાભવન ખાતે જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ (JCI) દ્વારા આગામી તા. 13 જુનના રોજ વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

હાલમાં ચાલી રહેલ કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખી જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ (JCI) દ્વારા વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તા. 13 જુનના રોજ સવારે 9થી 2 કલાક દરમ્યાન 7X મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલના સહયોગથી ભરૂચના શ્રવણ ચોકડી સ્થિત શ્રવણ વિદ્યાભવન ખાતે રાખવામાં આવ્યો છે.

ભરૂચ શહેરની શ્રવણ વિધાભવન ખાતે જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ (JCI) દ્વારા આગામી તા. 13 જુનના રોજ વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.સર્વરોગ નિદાન કેમ્પમાં આરોગ્યની તપાસ માટે જનરલ સર્જન તથા ફિઝિશિયન તેમજ સ્ત્રીરોગ ચિકિત્સક દ્વારા આવનાર લાભાર્થીઓને યોગ્ય માર્ગદર્શન તેમજ જરૂરી દવાઓ આપવામાં આવશે. તો સાથે જ બ્લડ પ્રેશર તપાસ, રેંડમ બ્લડ સુગર તપાસ, ઓક્સિજન સેચ્યુરેશન, ECG તેમજ બહેનો માટે બ્રેસ્ટ એનાલિસિસ, સ્ત્રી રોગની તપાસ, માસિકને લગતી કોઈપણ તકલીફ, પેટનો દુ:ખાવો, સફેદ પાણી પડવું, ખંજવાળ આવવી, PAP SMEAR TEST, નિ:સંતાનપણાના માર્ગદર્શન સહિતની વિવિધ આરોગ્યલક્ષી તપાસ કરી આપવામાં આવશે. જેથી જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ (JCI) દ્વારા આયોજિત સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લેવા માટે ભરૂચ JCI 2021ના પ્રમુખ JC જગદીશ પટેલ, પ્રોજેક્ટ ચેરમેન JC વ્રજ શાહ તથા VP કૉમ્યુનિટી JC ઉર્વી શાહ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.

Next Story