Connect Gujarat
સમાચાર

IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચથી આયોજકોની મુસીબત વધી, મેચની નકલી ટિકિટ પકડવા માટે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો

ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની સામે હારનો બદલો લેવા માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ બેતાબ છે અને 28 ઓગસ્ટે ટીમ ઈન્ડિયાને આ તક મળશે.

IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચથી આયોજકોની મુસીબત વધી, મેચની નકલી ટિકિટ પકડવા માટે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો
X

ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની સામે હારનો બદલો લેવા માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ બેતાબ છે અને 28 ઓગસ્ટે ટીમ ઈન્ડિયાને આ તક મળશે. એશિયા કપમાં ભારતની પહેલી મેચ પાકિસ્તાન સાથે છે અને આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપમાં મળેલી હારનો બદલો લેવા માંગશે. આ મેચને લઈને દર્શકોમાં ઘણો ક્રેઝ છે. આ મેચની તમામ ટિકિટ ત્રણ કલાકમાં વેચાઈ ગઈ હતી અને સમાચાર મુજબ હવે આ મેચની નકલી ટિકિટ પણ બજારમાં આવી ગઈ છે. આ નકલી ટિકિટો આવવાના કારણે આયોજકોની મુશ્કેલી વધી છે.

હવે આયોજકો સ્માર્ટ ટેક્નોલોજી દ્વારા નકલી ટિકિટોની ઓળખ કરશે. દુબઈમાં યોજાનારી આ મેચ પહેલા જ સ્થાનિક પોલીસ અને સ્ટેડિયમના અધિકારીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. દુબઈ પોલીસના ઓપરેશન અફેર્સ મુજબ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. આ મેચમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્ટેડિયમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. દુબઈ પોલીસના કાર્યવાહક સહાયક કમાન્ડર બ્રિગેડિયર રાશિદ ખલીફાએ બીજી વખત સુરક્ષાનું નિરીક્ષણ કર્યું છે. તપાસ બાદ તેણે મેચના આયોજનને લીલી ઝંડી આપી દીધી છે. તેમના મતે તમામ સુરક્ષા વ્યવસ્થા બરાબર છે. સુરક્ષા માટે નવી સ્માર્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે તેઓ સ્થાનિક લોકોને જાગૃત કરવાનું કામ પણ કરી રહ્યા છે. સામાન્ય લોકોને પણ સુરક્ષા પ્રોટોકોલ વિશે જણાવવામાં આવી રહ્યું છે.

2021 T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને દુબઈના આ જ મેદાન પર ટીમ ઈન્ડિયાને 10 વિકેટથી હરાવ્યું હતું. આ પ્રથમ વખત હતો જ્યારે ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ પાકિસ્તાન બાદ ન્યુઝીલેન્ડ સામે હારી ગઈ હતી અને ગ્રુપ સ્ટેજમાં જ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. હવે રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ પાછલી હારનો બદલો લેવા માંગશે.

Next Story