Connect Gujarat
Featured

ભરૂચ : કોરોના વાયરસનો એક પણ પોઝીટીવ કેસ નહિ, 599 લોકો હોમ ઓબ્ઝર્વેશનમાં

ભરૂચ : કોરોના વાયરસનો એક પણ પોઝીટીવ કેસ નહિ, 599 લોકો હોમ ઓબ્ઝર્વેશનમાં
X

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનો એક પણ પોઝીટીવ કેસ નહિ આવતાં તંત્રએ હાશકારો લીધો છેે પણ હજી 251 જેટલા લોકોને 14 દિવસના હોમ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યાં છે. બીજી તરફ નેપાળના પ્રવાસે ગયેલા કેટલાક પ્રવાસીઓ ઘરે જતાં પહેલા સિવિલ હોસ્પિટલમાં સ્વાસ્થયની ચકાસણી માટે પહોંચી ગયાં હતાં.

ભરૂચ શહેર તથા જિલ્લામાંથી હજારો લોકો વિદેશમાં રોજગારી માટે સ્થાયી થયાં છે. કોરોના વાયરસના પગલે તેઓ વતન વાપસી કરી રહયાં છે તેમજ કામ માટે વિદેશ ગયેલા લોકો પણ પરત ફરી રહયાં છે. કોરોના વાયરસના કહેર વચ્ચે ભરૂચ જિલ્લામાં વિદેશથી આવેલાં 850 જેટલા લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે.251 જેટલા લોકોને 14 દિવસના હોમ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા બાદ તેમને રજા આપી દેવામાં આવી છે.

આ ઉપરાંત 599 લોકો હાલ હોમ ઓબ્ઝર્વેશનમાં હોવાનું આરોગ્ય વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે. બીજી તરફ લોકો પણ હવે કોરોના વાયરસના પગલે જાગૃત બની રહયાં છે. ભરૂચ જિલ્લાના કેટલાક ગામોમાંથી લોકો નેપાળના પ્રવાસે ગયાં હતાં. તેઓ ભરૂચ પરત ફર્યા બાદ ઘરે જવાના બદલે સીધા સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયાં હતાં. આશરે 45 જેટલા પ્રવાસીઓની આઇસોલેશન વોર્ડમાં તબીબી ચકાસણી કરવામાં આવી હતી.

Next Story