Connect Gujarat
Featured

વિશ્વ મહિલા દિવસે ગુજરાતના DyCM નીતિન પટેલે મહિલા ધારાસભ્યો માટે કરી મહત્વની જાહેરાત

વિશ્વ મહિલા દિવસે ગુજરાતના DyCM નીતિન પટેલે મહિલા ધારાસભ્યો માટે કરી મહત્વની જાહેરાત
X

વિશ્વ મહિલા દિવસે ગુજરાત વિધાનસભામાં એક વિશેષ જાહેરાત થઈ છે. નાયબ મુખ્યમંત્રી દ્વારા મહિલા દિવસને લઈને નીતિન પટેલે મહત્વની જાહેરાત કરી છે. મહિલા ધારાસભ્યના વિસ્તારમાં 1 કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ આપવાની વાત કરી છે. માર્ગ-મકાન વિભાગ હેઠળ 1 કરોડ રૂપિયાની વધુની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. વિધાનસભા ગૃહમાં જ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આ જાહેરાત કરી છે.

ગુજરાત સરકારે આજે વિશ્વ મહિલા દિવસને લઈને વિવિધ આયોજનો કર્યા હતા. નીતિન પટેલે વધુમાં કહ્યું કે ગુજરાતની જનતાની સેવામાં મહિલાઓનું યોગદાન છે અને આરોગ્ય વિભાગમાં, શિક્ષણ વિભાગમાં તથા સચિવાલયમાં કામ કરતી મહિલાઓનો સહયોગ મળે છે ત્યારે કામ થાય છે. જો આ મહિલાઓનો ન હોય તો સેવા ન કરી શકે. બહેનોને મદદરૂપ થવા અમારી સરકારે યોજનાઓ બનાવી છે.

Next Story