/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/maxresdefault-165.jpg)
વધુ સારવાર અર્થે સુરત ખસેડાયા.
હાંસોટ તાલુકા તથા ભરૂચ જિલ્લાના ખેડૂતોના મુખ્ય પ્રાણ પ્રશ્નોના લેવાઈ ચૂકેલા સર્વાનુમતે નિર્ણયોનો O N G C દ્વારા નિકાલ નહીં આવતાં છ દિવસથી કલમ ગામનાં ખેડૂત પદ્યુમન આઈ. પટેલ આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા છે. જો વહેલી તકે ખેડૂતોનાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો વિવિધ વિસ્તારોમાં આમરણાંત ઉપવાસ પર ઉતરી આંદોલન કરશે.
હાંસોટ તાલુકાના તથા ભરૂચ જિલ્લા નાં O N G C દ્વારા મુખ્ય પ્રાણ પ્રશ્નોનો નાં લેવાઈ ચૂકેલ સર્વાનુમતે નિર્ણયો નો નિકાલ નહી થતાં તથા વિવિધ રીતે અસર ગ્રસ્ત ખેડુતોના કાયદેસર હક્કનાં બાકી વળતરો નહીં ચૂકવાતા કલમ ગામનાં ખેડૂત પદ્યુમન.આઈ.પટેલ છ દિવસથી નિતેશ જે. પટેલ સાથે આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા છે.
આજરોજ હાંસોટ તાલુકાના કલમગામે ઉપવાસગ્રસ્ત ખેડૂત પ્રધ્યુમનભૈની અચાનક તબીયત લઠડતા તેમને તત્કાલ સારવાર અર્થે સુરત લઈ જવાયા છે.