/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/30dbcdb3-3978-45fa-9d69-18ef69aaff1f-e1535714342489.jpg)
પાનોલી નોટીફાઈડ એસોસિએશનમાં છેલ્લા 35 વર્ષથી ફરજ બજાવતા યુ.એફ. ચૌહાણ વય નિવૃત્ત થયા
પાનોલી નોટીફાઈડ ચીફ ઓફિસરનો વિદાય સમારંભ યોજાયો હતો. અંકલેશ્વર શાલીમાર હોટલ ખાતે નોટીફાઈડ એ.આઈ.એ અને પી.આઈ.એ દ્વારા વયનિવૃત લેતા યુ.એફ.ચૌહાણ ભાવભીની વિદાય આપી હતી. પાનોલી નોટીફાઈડનાં ચીફ ઓફિસરનો સંજાલીના યુવાનો દ્વારા વિદાય સમારંભ યોજાયો હતો. અંકલેશ્વરના નોટીફાઇડ અધિકારી સી.કે.પટેલનો પણ વિદાય સમારંભ સાથે યોજાયો હતો.
અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી સ્થિત નોટીફાઈડ ચીફ ઓફીસર અને અંકલેશ્વર નોટીફાઈડમાં ડ્રેનેજ વિભાગના ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા યુ.એફ. ચૌહાણ વયનિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. સંજાલી ગામના યુવાનો દ્વારા એસોસિએશન ખાતે તેમનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. વય નિવૃત્ત થયેલા યુ.એફ. ચૌહાણે હોદ્દા ઉપર હતા ત્યારે સંજાલી ગામના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. તો ગ્રામજનોને અન્ય રીતે પણ ઘણા મદદરૂપ થયા છે. જે બદલ ગામલોકો તેમનો આભાર વ્યક્ત કરવાની સાથે વિદાય આપવા એકઠા થયા હતા. સાથે ગામલોકોએ એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે તેમની વયનિવૃત્તિ પછી જે કોઈ ચીફ ઓફિસર આવશે તે પોતાની ફરજ બખુબી નિભાવશે.
આ ઉપરાંત શાલીમાર હોટલ ખાતે યોજવામાં આવેલ વિદાય સમારંભમાં એ.આઈ.એ પ્રમુખ મહેશ પટેલ. પાનોલી ઉધ્યોગ મંડળ પ્રમુખ બી.એસ.પટેલ, એફ.આઈ.એ પ્રબોધ પટેલ તેમજ નોટીફાઇડ અધિકારીઓ અને કર્મચારી તેમજ ઉદ્યોગકારોએ તેમની કામગીરી બિરદાવી હતી. તેમજ તેમની સાથે રહી કરવામાં આવેલ કામોને વાગોરીયા હતા. તેમને સાલ ઓઢાડી તેમજ મોમેન્ટમ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ખાસ જીઆઇડીસી વિસ્તારમાં ડ્રેનેજ પાઈપલાઈન નેટવર્કમાં તેમનું મહત્વનું યોગદાન અંગે તેમની કામગીરી વધાવી હતી. અંકલેશ્વરના નોટીફાઇડ અધિકારી સી.કે.પટેલનો પણ વિદાય સમારંભ સાથે યોજાયો હતો.