Connect Gujarat
ગુજરાત

વિરમગામ : માલવણ હાઈવે પર અલ્ટો કાર નાળામાં ખાબકી, પતિ-પત્નીનું કરૂણ મોત

વિરમગામ : માલવણ હાઈવે પર અલ્ટો કાર નાળામાં ખાબકી, પતિ-પત્નીનું કરૂણ મોત
X

વિરમગામ માલવણ હાઇવે પર અલ્ટો કારમાં સવાર પતિ- પત્નીને

નડ્યો અકસ્માત. ડ્રાઇવરનો સ્ટેરીગ પરથી કાબૂ ગુમાવતાંની સાથે નાળામાં પલટી ખાઈ ગઈ હતી.

આ દરમિયાન કારમાં સવાર દંપતીનું (પતિ-પત્નીનું) મોત નીપજયું હતું.

મળતી માહિતી અનુશાર વિરમગામ માલવણ હાઈવે પરવણી

ગામના બ્રિજ પાસે અલ્ટો કાર ચાલક સ્ટેરીગ પરથી કાબુ ગુમાવતા કાર બ્રિજ નીચે ખાબકી હતી.

અલટો કાર ચાલક અને તેની પત્ની મોરબી થી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે વણી ગામના

બ્રિજ પાસે કાર ચાલક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર બ્રિજ પરથી નીચે નાળામાં ખાબકી

હતી કારમાં બેઠેલ મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે તેના પતિને ગંભીર

ઇજાઓ થતા 108 દ્વારા વિરમગામ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં રસ્તામાં જ તેમનું મોત

નીપજ્યું હતું. વિરમગામ ટાઉન પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે

વિરમગામ સરકારી હોસ્પિટલ ખસેડાઈ વધુ તપાસ હાથ ધરી.

Next Story