Connect Gujarat
Featured

“જનતાનો અવાજ” : રાજ્યમાં વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, જુઓ અમદાવાદીઓએ શું કહ્યું..!

“જનતાનો અવાજ” : રાજ્યમાં વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, જુઓ અમદાવાદીઓએ શું કહ્યું..!
X

ગુજરાતમાં દિન પ્રતિદિન કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા માત્ર નાના વેપારીઓનો રોજગાર ધંધો બંધ કરાવવામાં આવી રહ્યો છે. તો શું આમ કરવાથી કોરોના દૂર થઈ જશે ખરો..? જુઓ આ બાબતે શું કહી રહી છે, અમદાવાદ શહેરની જનતા...

ગતરોજ ગુજરાતમાં લગભગ 1400 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા, ત્યારે કોરોનાના વધતાં જતા કેસ સામે શું રાજ્ય સરકાર કે, પછી જિલ્લા વહીવટી તંત્ર જવાબદાર છે..?, ત્યારે કોરોના મહામારીમાં તંત્રની કામગીરી પર ગુજરાતની જનતાએ અવાજ ઉઠાવ્યો છે. રાજકીય પક્ષો રેલી અને સભાઓ કરે, ત્યારે શું નથી ફેલાતો કોરોના, કેમ નાના ધંધાદારીઓને વારંવાર હેરાન કરવામાં આવે છે. માત્ર ચાની કીટલી અને પાનના ગલ્લા બંધ કરવાથી કોરોના અટકી જશે ખરો તે એક મોટો સવાલ અમદાવાદીઓને સતાવી રહ્યો છે.

Next Story