૧૦ થી ૧૫ રૂપિયા પેટ્રોલના ભાવમાં ઘટાડો થવાની સંભાવાના

New Update
૧૦ થી ૧૫ રૂપિયા પેટ્રોલના ભાવમાં ઘટાડો થવાની સંભાવાના

સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ ઉપર ૧.૫૦ રૂપિયા પ્રતિ લિટર એક્સાઇઝ ડ્યૂટિ ઓછી કરવામાં આવી. જોકે જાણકારો એ આવું જણાવ્યુ છે કે આવું કરવાથી સરકારની આવક પર અસર પડશે. પરંતુ સરકારે તેનો પણ ઉકેલ શોધી લીધો છે. આ વર્ષે ઘણા અલગ અલગ કારણોસર પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ભાવ વધારો જોવા મળેલ છે. જો કે થોડા સમયથી સામાન્ય જનતાને આમાંથી રાહત પણ મળેલી છે. પરંતુ હવે સરકાર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં લગભગ ૧૦ થી ૧૫ રૂપિયાનો ઘટાડો કરી શકે છે. સૌથી ખાસ વાત એ છે કે તેના લીધે સરકારી તિજોરી પર પણ અસર પણ નહીં પડે.

બજારમાં મળતા પેટ્રોલ અને ડીઝલમાં ઇથેનોલ મિક્સ કરવામાં આવે છે. જેને લઈને સરકારે નીતિ આયોગને પેટ્રોલ અને ડીઝલમાં ઇથેનોલ ના બદલે મિથેનોલ મિક્સ કરવાની ભલામણ કરી હતી જેને સ્વીકારી લેવામાં આવી હતી. ઇથેનોલને શેરડી માંથી બનાવવામાં આવે છે. જેની કિંમત ૪૦ રૂપિયા પ્રતિ લીટર હોય છે, જ્યારે બીજી તરફ મિથેનોલની બનાવટ માટેનો ખર્ચો ૨૦ રૂપિયા પ્રતિ લીટર આવે છે.હકીકતમાં, નીતિ આયોગની દેખરેખમાં સરકાર હવે પેટ્રોલમાં હવે ૧૫% મિથેનોલનું મિશ્રણ કરવાની પૂરી તૈયારી કરી ચૂકી છે. આને લઈને સરકારે ટ્રાઇલ પણ જોરશોર થી ચાલુ કરી દીધેલ છે.

મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવેલ છે કે તેના લીધે પેટ્રોલના ભાવમાં ૧૦ થી ૧૫ રૂપિયા ઘટી શકે છે. કેન્દ્રિય મંત્રીએ આ વિષયમાં કહ્યું હતું કે, અત્યારના સમયમાં પેટ્રોલની કિંમત લગભગ ૮૦ રૂપિયા આસપાસ છે, જ્યારે મિથેનોલ કોલસામાંથી બનાવવામાં આવે છે અને તેનો ખર્ચો ૨૦ રૂપિયા પ્રતિ લિટર આવે છે. આ મિથેનોલ મિશ્રિત પેટ્રોલનો ઉપયોગ કરવાવાળા એન્જીન વિશે વાત કરતાં બતાવ્યુ કે, સ્વીડેનની આટોમોબાઇલ કંપની વોલ્વો મિથેનોલથી ચાલે તેવું એન્જીન બનાવી લીધું છે. આ એન્જીનમાં મિથેનોલનો ઉપયોગ થશે. મૂંબઈમાં આ તેલનો ઉપયોગ કરવાવાળી ૨૫ બસો પર ટ્રાઇલ કરવામાં આવશે.

આ સિવાય નીતિ આયોગની દેખરેખ હેઠળ આના પર પૂણામાં ટ્રાયલ ચાલી રહ્યું છે, જેમાં પેટ્રોલ સાથે મિથેનોલ મિક્સ કરીને ગાડીઓ ચલાવવામાં આવી રહી છે. આશા રાખવામા આવે છે કે ૨ થી ૩ માહિનામાં તેનું ટ્રાયલ પૂરું કરી લેવામાં આવશે. આ ટ્રાયલથી સંતુષ્ટિ મળ્યા બાદ પેટ્રોલમાં મિથેનોલ મિક્સ કરવાનું શરૂ કરી દેવામાં આવશે. મિથેનોલના મિક્સ થવાથી એક ફાયદો પણ મળશે કે તેનાથી પ્રદૂષણમાં પણ ઘટાડો આવશે. શરૂઆતના સમયમાં મિથેનોલને લઈને ભારતમાં જ ઉત્પાદન કરી શકાય તેના તરફ વધારે ધ્યાન આપશે અને તેની આયાત પર ધ્યાન કેન્દ્રિત કરશે.

Latest Stories