મોદી જૂનમાં લેશે 5 દેશોની મુલાકાત

New Update
મોદી જૂનમાં લેશે 5 દેશોની મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 જૂનથી પાંચ દેશોના પ્રવાસે જઇ રહ્યા છે. તેઓ અફઘાનિસ્તાન, કતાર, સ્વિત્ઝરલેન્ડ, યુએસ અને મેક્સિકોની મુલાકાત લેશે.

મોદી તેમના પ્રવાસની શરૂઆત અફઘાનિસ્તાનથી કરશે જ્યાં તેઓ ભારતે જે ડેમના બાંધકામ માટે ફંડ પુરુ પાડ્યું છે તેનું ઉદ્ઘાટન કરશે. આ ડેમ બાંધવાનો ખર્ચ 1400 કરોડ રૂપિયા છે.

અફઘાનિસ્તાનની મુલાકાત બાદ મોદી કતાર અને સ્વિત્ઝરલેન્ડની મુલાકાતે જશે. કતારની મુલાકાત દરમિયાન મોદી કતારના શાસક તમિમ બિન હમદ અલ થાની સાથે આર્થિક સંબંધો વધારવા માટે ખાસ કરીને હાઇડ્રોકાર્બન સેક્ટર અંગે દ્વિપક્ષિય મંત્રણા કરશે.

સ્વિત્ઝરલેન્ડમાં મોદી સ્વીસના અગ્રણી લીડર્સ સાથે મુલાકાત કરશે. તેઓ સ્વીસ બેંકમાં રહેલા ભારતીયોના નાણાં વિશે માહિતી પુરી પાડવા સહકાર માટે અપીલ કરશે. જે અંગે મોદીએ 2014ની ચૂંટણીમાં જનતાને વાયદો કર્યો હતો.

સ્વિત્ઝલેન્ડ બાદ મોદી અમેરિકાની મુલાકાતે જશે. અહીં તેઓ યુએસ કોંગ્રેસની સંયુક્ત બેઠકને પણ સંબોધન કરશે. મોદી પરત ફરતા મેક્સિકોની મુલાકાતે જશે. જ્યાં ભારત વ્યાપાર અને રોકાણ માટેના નવા સંબંધો વિકસાવવા મીટ માંડી રહ્યું છે.

Latest Stories