Connect Gujarat
Featured

PM મોદીના માતા 'હીરા બા'એ લીધી કોરોનાની રસી, PM એ ટ્વિટ કરીને આપી જાણકારી

PM મોદીના માતા હીરા બાએ લીધી કોરોનાની રસી, PM એ ટ્વિટ કરીને આપી જાણકારી
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાએ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ ગુરૂવારે લીધો છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. આ સાથે તેમણે અન્ય લોકોને પણ રસી લેવાની અપીલ કરી છે. નોંધનીય છે કે, પહેલી માર્ચના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોરોનાની રસી લીધી હતી. પીએમ મોદીએ દિલ્હીની AIIMSમાં કોવિડ-19 વેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો.

https://twitter.com/narendramodi/status/1369927412373282818?s=20

પીએમ મોદીએ આજે ટ્વિટ કરીને માતા હીરા બાએ કોરોનાની રસી લીધી છે તેની જાણ કરી છે. તેમણે ટ્વિટમાં જણાવ્યું છે કે, મને જણાવતા આનંદ થાય છે કે, મારી માતાએ આજે COVID-19 રસીનો પ્રથમ ડોઝ લીધો છે. હું દરેકને વિનંતી કરું છું કે, તમારી આસપાસના રસી લેવા લાયક લોકોને રસી લેવા માટે મદદ અને પ્રેરણા આપો.

જ્યારે પીએમ મોદીએ કોરોનાની રસી લીધી હતી ત્યારે પીએમ મોદીએ તસવીર શેર કરીને લખ્યું હતુ કે, 'આજે મેં કોવિડ-19 વેક્સીનનો પહેલો ડોઝ AIIMSમાં લીધો છે. ઉલ્લેખનીય છે કે, આપણા ડૉક્ટર્સ અને વૈજ્ઞાનિકોએ ખૂબ ઓછા સમયમાં કોરોના સામેની વૈશ્વિક જંગને મજબૂત કરવાનું કામ કર્યું છે. જે લોકો યોગ્ય છે તે સૌને હું કોરોના વેક્સીન લેવાની અપીલ કરું છું. આવો સાથે મળીને આપણે ભારતને કોવિડ-19થી મુક્ત કરવામાં યોગદાન આપીએ.'

Next Story