New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/PM03.jpg)
વડાપ્રધાને પોતાનું ભાષણ અટકાવી એસપીજીના જવાનોને લોકોની મદદ માટે મોકલ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માજે પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. ત્યારે મિદનાપુર વિસ્તારમાં આયોજીત રેલી બાદ સભાને સંબોધતાં સમયે પંડાલનો એક હિસ્સો પડી ગયો. જેમાં 25 લોકો ઈજાગ્રસ્ત થયાના હોવાના અહેવાલ સાંપડ્યા છે. વડાપ્રધાન મોદીએ પંડાલ પડતો જોયો તો પોતાનું ભાષણ અટકાવી તેમની સુરક્ષામાં લાગેલા એસપીજી જવાનોને તાત્કાલિક મદદ કરવા મોકલી દીધા હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ માટી ભીની હોવાના કારણે આ દુર્ઘટના બની હતી. મિદનાપુર જિલ્લામાં સવારે સમયાંતરે હળવો વરસાદ પડ્યો છે. રેલી ખતમ થયા બાદ પીએમ મોદી પોતે હોસ્પિટલ પહોંચ્યા અને ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. મમતાએ ટ્વિટ કરીને કહ્યું છે કે, "અમે મિદનાપુરની રેલીમાં તમામ ઘાયલો જલદી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરીએ છીએ. રાજ્ય સરકાર તેમને દરેક પ્રકારની ચિકિત્સા સેવા આપશે."