Top
Connect Gujarat

આર્થિક પેકેજ અંગે રાહુલ ગાંધીની પ્રતિક્રિયા : આર્થિક તોફાન હજુ આવ્યું નથી, આવવાનું છે

આર્થિક પેકેજ  અંગે રાહુલ ગાંધીની પ્રતિક્રિયા : આર્થિક તોફાન હજુ આવ્યું નથી, આવવાનું છે
X

દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે 50 દિવસ ઉપરાંતથી લોકડાઉન ચાલી રહયું હોવાથી અર્થતંત્ર પણ વિપરીત અસરો જોવા મળી છે. કેન્દ્ર સરકારે અર્થતંત્રની ગાડી પાટા ઉપર લાવવા માટે 20 લાખ કરોડ રૂપિયાના વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી છે. આ સંદર્ભમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેમની પ્રતિક્રિયામાં જણાવ્યું છે કે, આર્થિક તોફાન આવ્યું નથી, આવવાનું બાકી છે…

કોંગ્રેસના પુર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ શનિવારે પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, દેશમાં આર્થિક તોફાન હજુ આવ્યું નથી, આવવાનું છે. ખૂબ જ નુકસાન થવાનું છે. અમે ઈચ્છીએ છીએ કે સરકાર અમારી વાત સાંભળે. અમે એટલે કે વિપક્ષ થોડુ દબાણ કરીએ અને સારી રીતે સમજાવીએ તો સરકાર સાંભળી પણ લેશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વર્તમાન સમયમાં ગરીબ લોકોને પૈસાની જરૂર છે. હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિનંતી કરું છું કે ગરીબોને સીધા નાણા મળવા જોઇએ અને વડાપ્રધાને ડાયરેક્ટ બેન્ક ટ્રાન્સફર અંગે વિચાર કરવો જોઈએ.

Next Story
Share it