Connect Gujarat
ગુજરાત

રાજકોટ : જયરાજ પ્લોટના બંધ મકાનમાં 12 લાખના માલમત્તાની થઈ ચોરી, પોલીસે શરૂ કરી તપાસ

રાજકોટ : જયરાજ પ્લોટના બંધ મકાનમાં 12 લાખના માલમત્તાની થઈ ચોરી, પોલીસે શરૂ કરી તપાસ
X

રાજકોટમાં એક તરફ લગ્નગાળાનો સમય ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ લગ્ન ગાળાના સમયમાં ફરી વાર તસ્કરોએ કળા

દેખાડી છે. રાજકોટ શહેરના પેલેસ રોડ પર આવેલા જયરાજ પ્લોટ સોસાયટી

વિસ્તારમાં બંધ મકાનમાં તસ્કરોએ લાખોની ચોરી કરી છે.

મળતી માહિતી અનુસાર, સોના ચાંદીનું મજૂરી કામ કરતા

વેણુ ગોપાલ સોની લગ્ન પ્રસંગમાં બહાર ગામ ગયા હતા. તે દરમ્યાન તસ્કરોએ બંધ મકાનનો લાભ ઉઠાવી

સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત આશરે 12 લાખના માલમત્તાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત 'ઘી'ના ડબ્બા અને ઘઉંની

પણ તસ્કરી કરીને તસ્કરો પલાયન થઈ ગયા હતા. સમગ્ર મામલે એ’ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story