/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/IMG-20180811-WA0032-e1533971114707.jpg)
ભાદર નદીમાં ઠલવાતા જેતપુર ડાઈંગ ઉદ્યોગના કલર-કેમીકલવાળા પ્રદૂષિત પાણી મામલે ધારાસભ્યએ લોકલડત શરૂ કરી છે
છેલ્લા કેટલાંય સમથી ધોરાજીના ભાદર ડેમ-2માં પ્રદૂષિત પાણી મામલે ધારાસભ્ય વસોયાએ તંત્રને અનેક વાર રજુઆત કરી છે. પરંતુ આ મામલે કોઈ નિરાકરણ ન આવતા ધારાસભ્ય લિલત વસોયાએ જળ સમાધીની ચિમકી ઉચ્ચારી હતી. ત્યારે આજ રોજ જેતપુરના ભુખી ગામે પોલીસ તંત્ર દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ભાદર નદીમાં ઠલવાતા જેતપુર ડાઈંગ ઉદ્યોગના કલર-કેમીકલવાળા પ્રદૂષિત પાણી મામલે ધારાસભ્ય લલીત વસોયાએ લોકલડત શરૂ કરી છે. આજે લલિત વસોયાએ જળસમાધિ લેવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાતાં જળસમાધિ લે તે પહેલાં પોલીસે તેમની અટકાયત કરી હતી. સાથે ત્યાં આવી પહોંચેલા અનામત આંદોલનનાં નેતા હાર્દિક પટેલની પણ પોલીસે અટકાયત કરી લીધી હતી.
ધારાસભ્ય લલીત વસોયા આજે ભૂખી ગામે જળ સમાધી લેવાના છે. જળસમાધી પહેલા સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સભા બાદ વસોયા જળ સમાધી લેશે. પરંતુ લલિત વસોયા માત્ર કૂદકો મારી જળસમાધીનું નાટક કરશે. વસોયાએ ખુદે વ્યક્ત કરતાં કહ્યું હતું કે, પોલીસ મને હજુ પણ પકડતી નથી. સભામાં લલિત વસોયાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, હાર્દિકે કાલે મને તમારી સાથે હું જળસમાધી લઇશ તેવું કહ્યું હતું હતું પરંતુ મારે હાર્દિકને કહેવું છે કે તારી જેવા વીરલાની સમાજને જરૂર છે.
અમારી જેવા લોકો આવા આંદોલન કરે તેમાં ફક્ત તારા સમાધાનની જરૂર છે. મારી અન્ય લોકોને પણ વિનંતી છે કે મારી સાથે કોઇ જળસમાધી ન લે. સ્ટેજ પર સભા શરૂ થતા જ પોલીસ સતર્ક બની ગઇ હતી. તો લલિત વસોયાએ કહ્યું હતું કે, પોલીસ મને રોકવાનો પ્રયત્ન ન કરે મને છટકતા પણ આવડે છે.
મારી સાથે અન્ય કોઇ જળસમાધી ન લેતા સભામાં લલિત વસોયાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, હાર્દિકે કાલે મને તમારી સાથે હું જળસમાધી લઇશ તેવું કહ્યું હતું હતું પરંતુ મારે હાર્દિકને કહેવું છે કે તારી જેવા વીરલાની સમાજને જરૂર છે. અમારી જેવા લોકો આવા આંદોલન કરે તેમા ફક્ત તારા સમાધાનની જરૂર છે. મારી અન્ય લોકોને પણ વિનંતી છે કે મારી સાથે કોઇ જળસમાધી ન લે. સ્ટેજ પર સભા શરૂ થતા જ પોલીસ સતર્ક બની ગઇ હતી. તો લલિત વસોયાએ કહ્યું હતું કે, પોલીસ મને રોકવાનો પ્રયત્ન ન કરે મને છટકતા પણ આવડે છે.
આ આતંકવાદી સભા નથી તો આટલી પોલીસ શું કામ?: હાર્દિક કોંગ્રેસના 12 ધારાસભ્યો, કોંગી કાર્યકર્તા, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા છે. પાસના કન્વીનર હાર્દિક પટેલ પણ કાર્યક્રમમાં પહોંચ્યા છે. તેણે જણાવ્યું હતું કે, લોકોના હિતમાં હશે તેમાં મારૂ સમર્થન છે. આ આતંકવાદીની સભા નથી આટલી પોલીસ શું કામ? આટલી રજૂઆત કરવા છતાં કલેક્ટરે કેમ કોઇ પગલા ન લીધા. આ તો હક્ક માટેની સભા છે. ધોરાજી તાલુકાના ભૂખી ગામના સરપંચ શું કહે છે ભૂખી ગામના સરપંચે જણાવ્યું હતું કે, ધોરાજીના ભૂખી ગામના ભાદર ડેમ-2નું પાણી પ્રદૂષિત છે. ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ ભાદર બચાવવા આંદોલન શરૂ કર્યું છે. જેને અમારૂ સમર્થન છે.