Connect Gujarat
Featured

રાજકોટ : લૂંટ-ચોરીના ગુન્હાને અંજામ આપતી ટોળકી ઝડપાઇ, જુઓ કયા કયા રાજ્યોમાં આપ્યો છે તસ્કરીને અંજામ..!

રાજકોટ : લૂંટ-ચોરીના ગુન્હાને અંજામ આપતી ટોળકી ઝડપાઇ, જુઓ કયા કયા રાજ્યોમાં આપ્યો છે તસ્કરીને અંજામ..!
X

રાજકોટ ગ્રામ્ય પોલીસે એક બે નહીં પરંતુ ગુજરાત અને મધ્યપ્રદેશમાં આચરવામાં આવેલ 14 વણશોધાયેલા ગુન્હા શોધી કાઢ્યા છે. આંતરરાજ્ય ઘરફોડ ચોરી અને લૂંટના ગુન્હાને અંજામ આપનાર 4 આરોપીઓને રૂપિયા 2.82 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયા છે.

આપની સ્ક્રીન પર આપ જે વ્યક્તિઓને જોઈ રહ્યા છો તે વ્યક્તિઓના નામ છે, અનસિંગ કામલીયા, રાજુ વસુનિયા, રાહુલ વસુનિયા તેમજ દીપુ વસુનિયા. આ તમામ આરોપીઓ ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યમાં ઘરફોડ ચોરી તેમજ લૂંટના ગુન્હાને અંજામ આપ્યો છે, ત્યારે પોલીસ પૂછપરછમાં પણ આરોપીઓએ પોતે 14 જેટલા ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે.

રાજકોટ જિલ્લાના પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું હતું કે, આરોપીઓ ચોરીના સમયે સામનો કરવા માટે પથ્થર, મરચું પાવડર તેમજ એરગન સહિતના વિવિધ સાધનો સાથે રાખતા હતા. તેમજ આરોપીઓ મકાનની વંડી ટપીને તથા કાળા નકૂચા તોડી મકાનમાં, મંદિરમાં તેમજ વાહનોની ચોરી કરવાની કુટેવવાળા તેમજ જાહેરમાં લૂંટ કરવાની મોડસ ઓપરેન્ડી પણ ધરાવે છે. હાલ તો રાજકોટ ગ્રામ્ય પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી રૂપિયા 2.82 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉપરાંત પોલીસને આશંકા છે કે, આ ટોળકીમાં વધુ સભ્ય સામેલ હોય શકે છે. તેમ જ આ ટોળકીએ ગુજરાત અને મધ્યપ્રદેશમાં વધુ ગુન્હાઓ પણ આચર્યા હોય શકે છે. જોકે ચારેય આરોપીઓ પૈકી આરોપી અનસિંગ વિરુદ્ધ ભૂતકાળમાં મધ્યપ્રદેશ ખાતે આર્મ્સ એક્ટ સહિતના ગુન્હા નોંધાઈ ચુક્યા છે.

Next Story