Connect Gujarat
ગુજરાત

રાજકોટ : ખંઢેરી સ્ટેડિયમમાં આવતીકાલે IND-AUS વચ્ચે રમાશે રોમાંચિત મેચ, ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત

રાજકોટ : ખંઢેરી સ્ટેડિયમમાં આવતીકાલે IND-AUS વચ્ચે રમાશે રોમાંચિત મેચ, ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત
X

રાજકોટના ખંઢેરી

સ્ટેડિયમ ખાતે આવતીકાલે ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે મેચ રમાનાર છે, ત્યારે પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજકોટ

જિલ્લા પોલીસ વડાની

અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી.

ભારત અને ઓસ્ટ્રેલિયા વન-ડે ક્રિકેટ મેચમાં દરમ્યાન લોખંડી બંદોબસ્ત રાખવામાં આવશે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ક્રિકેટ મેચ નિહાળવા માટે ઉપસ્થિત રહેશે. મેચ દરમ્યાન 450 જેટલા પોલીસ કર્મીઓનો બંદોબસ્ત રાખવામાં આવશે. સાથે જ 250 જેટલા પ્રાઇવેટ સિક્યોરિટી પણ તૈનાત રહેશે.

મેચ બંદોબસ્તમાં ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિતના પોલીસ અધિકારીઓનો કાફલો બંદોબસ્તમાં જોડાશે. આ ઉપરાંત 3 બીડીડીએસની ટીમ પણ હાજર રહેશે. રાજકોટમાં રોમાંચિત મેચ નિહાળવા મારે 30 હજાર ક્રિકેટ રસિકો સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેશે. મેચ દરમ્યાન ગેટની અંદર કેમેરા, માચીસ, સિગારેટ, પાણીની બોટલ લઈ જવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. ગ્રાઉન્ડની બાઉન્ડ્રીથી પ્રેક્ષકોને અંદર પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

જે લોકો નિયમ ભંગ કરશે તેવા લોકો સામે પોલીસ કડક કાર્યવાહી કરાશે. મેચ દરમ્યાન રાજકોટ-જામનગરના રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. રાજકોટથી જામનગર તરફ જતા મોટા વાહનો માટે મોરબી રોડ અને જામનગરથી રાજકોટ તરફ આવતા વાહનોને પડધરીના મોવીયા સર્કલ થઈ રોડને ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

Next Story