Connect Gujarat
Featured

રાજકોટ: અમરનગર ગામે ભાઈનાં મોત માટે કારણભૂત ઇસમ પર ભાઈએ કર્યો ઘાતકી હુમલો,પછી શું થયું જુઓ

રાજકોટ: અમરનગર ગામે ભાઈનાં મોત માટે કારણભૂત ઇસમ પર ભાઈએ કર્યો ઘાતકી હુમલો,પછી શું થયું જુઓ
X

રાજકોટના જેતપુરના અમરનગર ગામે અંગત અદાવતે યુવાનની હત્યાના બનાવમાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટના જેતપુર તાલુકાના અમરનગર ગામે 45 વર્ષીય દુલા વાઘેલાની ગામના જ રમેશ મૂળિયાએ તીક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરી હતી આ મામલે પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીની ધર્પ્ક્દ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં હત્યાનું ચોકાવનારું કારણ બહાર આવ્યું છે. હત્યાના આરોપી રમેશના ભાઈ ઉમેશે આજથી બે વર્ષ પૂર્વે મરણજનાર દિલીપના ત્રાસના કારણે ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું. અને તે અંગેની પોલીસ ફરીયાદ પણ નોંધાય હતી. આમ, પોતાના ભાઈને મરવા માટે મજબૂર કરવાના મનદુઃખને કારણે દિલીપ ગામના સાર્વજનિક પાણીના નળ પાસે ન્હાવા માટે આવ્યા ત્યારે ત્યાં રમેશે તેમના પર હુમલો કરી ઘાતકી હત્યા કરી ત્યાથી ફરાર થઈ ગયો હતો.પોલીસે ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story