Connect Gujarat
ગુજરાત

રાજકોટ :શિક્ષણમંત્રીએ સૂરતમાં થયેલ અગ્નિકાંડમાં મૃતકોના પરિવારો ને સાંત્વના પાઠવી

રાજકોટ :શિક્ષણમંત્રીએ સૂરતમાં થયેલ અગ્નિકાંડમાં મૃતકોના પરિવારો ને સાંત્વના પાઠવી
X

રાજકોટમાં શિક્ષણમંત્રીએ ગઈ કાલે સૂરતમાં થયેલ અગ્નિકાંડ માં મૃતકો ના પરિવારો ને સાંત્વના પાઠવી, આજે પણ દુઃખી હૃદયએ તેમને સંવેદના પાઠવી શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રીએ મૃતકો ના પરિવારો ને મળી સાંત્વના આપી હતી. વધુમાં તેમને જણાવ્યું કે ગઈ કાલે મુખ્યપ્રધાન ના આદેશથી રાજ્યના તમામ કોર્પોરેશન ના કમિશ્નરો અને જ્યાં કમિશ્નર નથી એવા જિલ્લા મથકો ના કલેકટરો ને સૂચન આપવમાં આવ્યું કે રાજ્યમાં કોઈ પણ કલાસીસ કે શિક્ષણ મથક પર ફાયર સેફટી ના સાધન નહિ હોય તો તેને સીલ કરવાની જાહેરાત કરી ત્યાર બાદ રાજકોટમાં પણ મેગા ચેકીંગ હાથ ધરાઈ હતી. આ સાથે તેમને જણાવ્યું કે તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે.

3 દિવસ તપાસ પુરી થયા બાદ જે દોશી હશે તેના પર કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષણ મંત્રી એ મીડિયા માધ્યમથી સંચાલકો નિર્દેશ આપતા કહ્યું કે સમાજના બાળકોએ મારા બાળકો તે પ્રકાર ની વૃત્તિ રાખવામાં આવે. મુખ્યપ્રધાન ના અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે મિટિંગ કરવામાં આવશે અને ભવિષ્યમાં આવું કોઈ દિવસ ના બને તે માટે યોગ્ય નિરાકરણ લેવામાં આવશે. આ સાથે તમેને કહ્યું કે જે લોકો ત્યાં બેઠા વિડિઓ બનાવતા હતા તેના કરતા બાળકો ને બચવાની કામગીરી કરી હોત તો બાળકો બચી શક્યા હોત.

Next Story