રાજકોટ : રિક્ષાચાલકે વિદ્યાર્થીનીની કરી છેતરપિંડી, રાહદારી મહિલાએ માર્યો માર,તો પોલીસે જાહેરમાં કરી સરભરા

New Update
રાજકોટ : રિક્ષાચાલકે વિદ્યાર્થીનીની કરી છેતરપિંડી, રાહદારી મહિલાએ માર્યો માર,તો પોલીસે જાહેરમાં કરી સરભરા

રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલ પીડીએમ કોલેજની સામે એક વિદ્યાર્થિનીની રિક્ષાચાલક શખ્સ દ્વારા પીછો કરી છેડતી કરવામાં આવતા એક રાહદારી મહિલા રણચંડી બની હતી અને રોષે ભરાયેલી મહિલાએ રસ્તા વચ્ચે ટપોરીને ચપ્પલથી માર માર્યો હતો.

આ ઘટનાને પગલે સ્થાનિક નગરસેવક સહિતનું ટોળું એકઠું થઇ ગયું હતું. તેમ છતાં મહિલાએ ટપોરીની ધોલાઈ ચાલુ રાખી હતી. આ અંગે કોઈ વ્યક્તિએ કંટ્રોલમાં જાણ કરતા માલવીયાનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને રિક્ષાચાલકની ધરપકડ કરી હતી. સાંજે પીઆઇ એન એન ચુડાસમા સહિતના સ્ટાફે છેડતી કરનાર સહકાર મેઈન રોડ ઉપર રહેતા રિક્ષાચાલક વિપુલ ઝાલાને જ્યાં છેડતી કરી હતી ત્યાં લઇ જઈ જાહેરમાં માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.

Latest Stories