Connect Gujarat
Featured

રાજકોટ : કોઈ ન કરે તેવો સાહસ હરીપર ગામના ખેડૂતે કર્યો, જુઓ સૌપ્રથમ વાર કયા પાકની કરી ઓર્ગેનિક ખેતી..!

રાજકોટ : કોઈ ન કરે તેવો સાહસ હરીપર ગામના ખેડૂતે કર્યો, જુઓ સૌપ્રથમ વાર કયા પાકની કરી ઓર્ગેનિક ખેતી..!
X

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના હરીપર ગામના ખેડૂતે કોઈના કરે તેવો સાહસ કરી બતાવ્યો છે. જેમાં ખેડૂતે સૌપ્રથમ વાર ડુંગળીની ઓર્ગેનિક ખેતી કરી મબલક પાક સાથે સારી આવક મેળવી છે.

ઘણી વાર આપણે જોતાં હોઈએ છીએ કે, ડુંગળી સૌને રડાવતી હોય છે. એટલે કે, ડુંગળીનો ભાવ એટલો વધી જાય છે કે, ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જતું હોય છે, ત્યારે કોઈએ ધાર્યું ન હોય તેવું સાહસ જેતપુરના ખેડૂતે કરી બતાવ્યુ છે. જેતપુર તાલુકાના હરીપર ગામના ખેડૂત ખોડા લાલકિયા પોતાના ખેતરમાં છેલ્લા 3 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરી રહ્યાં છે. જેમાં તેઓએ ઘઉં, ચણા, ધાણા, જીરું અને મકાઇ સહિતના અનેક પાકનું વાવેતર કરી ચૂક્યા છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ઘણા ખેડૂતો ડુંગળીની ખેતી કરતાં હશે. પરંતુ ઓર્ગેનિક ડુંગળીની ખેતી કોઇ ખેડૂતે આજદિન સુધી કરી ન હતી, ત્યારે આ વર્ષે ખોડા લાલકિયાએ ઓર્ગેનિક ડુંગળીની સફળ ખેતી કરી બતાવી છે.

આપણે જાણીએ છે, તેમ સામાન્ય રીતે જ્યારે ખેડૂત પોતાના ખેતરમાં મોંઘા બિયારણ અને દવાનો છંટકાવ કરી સારો પાક મેળવવાનો પ્રયાસ કરે છે. પરંતું જ્યારે તે પાક માર્કેટિંગ યાર્ડ કે, બજારમાં વેચવા જાય છે, ત્યારે પાક મુજબ ખેડૂતને સારો ભાવ મળતો નથી. તે સમયે ખેડૂતને પડ્યા પર પાટા જેવી પરિસ્થિતિ ઊભી થાય છે. જોકે, હરીપર ગામના ખેડૂત ખોડા લાલકિયાને 1 વીંઘામાં 300થી 400 મણ ડુંગળી થશે તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે, ત્યારે ઓછા ખર્ચે વધું પાક મેળવી શકાય તે માટે દરેક ખેડૂતે હવે ઓર્ગેનિક ખેતી તરફ વળવું જોઈએ તેવી પણ પ્રેરણા સાથે ખોડા લાલકિયા અન્ય ખેડૂતોને પ્રેરણા આપી રહ્યા છે.

Next Story