રાજકોટ : જાણો, પ્રજાસત્તાક પર્વે એવું તો શું બન્યું કે, DSPએ GRD જવાનને સસ્પેન્ડ કરવો પડ્યો..!

0

રાજકોટ જિલ્લામાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમ્યાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો, ત્યારે કે.કે.વી. સર્કલ નજીક આમ નાગરિક સાથે પોલીસ જવાને  ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. જેનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો હતો.

રાજકોટ જિલ્લામાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેના કારણે રાજકોટ શહેર ઉપરાંત અન્ય જિલ્લાઓની પોલીસ પણ બંદોબસ્ત માટે બોલાવવામાં આવી હતી. કુલ ૧૩૦૦ પોલીસ જવાનોનો સ્ટાફ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સારી રીતે થઈ શકે તે માટે તૈનાત રાખવામાં આવ્યો હતો, ત્યારે રાજકોટના કે.કે.વી. સર્કલ નજીક આમ નાગરિક સાથે પોલીસ જવાન ઉદ્ધતાઈભર્યું વર્તન કરતો હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. સમગ્ર મામલે ભોગ બનનાર કારચાલકે પોલીસ જવાનનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કરતા વાઇરલ વિડિયો રાજકોટ શહેર પોલીસ પાસે પહોંચ્યો હતો. હાલ વાઇરલ વીડિયો મામલે રાજકોટ શહેર પોલીસ દ્વારા તપાસ કરતા વીડિયોમાં કાર ચાલક સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરનાર રાજકોટ ગ્રામ્ય પોલીસનો ગ્રામ રક્ષક દળનો જવાન દેવજી મેઘજી સોલંકી છે. જે રાજકોટ રૂરલના મવડી હેડ કવાર્ટર ખાતે મેઇન ગેટ પર ફરજ  બજાવે છે, ત્યારે સમગ્ર મામલે રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા જી.આર.ડી.ના જવાનને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here