Connect Gujarat
Featured

રાજકોટ : દર્દીનું હૃદય થોડા સમયમાં જ બંધ થશે તેવું તબીબોએ કહ્યું, જુઓ પછી ડિસ્ચાર્જ લઈ પરત ઘરે જતાં શું બન્યું..!

રાજકોટ : દર્દીનું હૃદય થોડા સમયમાં જ બંધ થશે તેવું તબીબોએ કહ્યું, જુઓ પછી ડિસ્ચાર્જ લઈ પરત ઘરે જતાં શું બન્યું..!
X

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કહી શકાય કે, જ્યારે જીવન અને મૃત્યુનો સમય આવે છે, ત્યારે કુદરત દરેક વ્યક્તિના નસીબ અને મૃત્યુ ત્યાંથી લખીને દુનિયામાં મોકલે છે. જોકે સમય પહેલા કદાચ યમરાજ પણ કોઈના પ્રાણ હરણ કરવા આવે તો તેને પરત ફરવું પડે તે કહેવતને સાર્થક કરતો જ કિસ્સો ઉપલેટા તાલુકામાં જોવા મળ્યો છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં રહેતા મજબૂત મકવાણા નામના 35 વર્ષીય યુવાનને થોડા સમય પહેલા કમળો અને ડેન્ગ્યુ થયો હતો. જેમાં તેમને પ્રથમ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમની તબિયત વધુ લથડતાં તેઓને તુરંત અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, ત્યારે દર્દીને પાંચેક દિવસ સુધી સારવાર આપ્યા બાદ પણ તબિયતમા સુધારો જણાયો ન હતો. ઉપરાંત આ દર્દીની તબિયત પણ વધુ ખરાબ થવા લાગી હતી. જેથી તબીબોએ તેમના પરિવારજનોને જણાવતા કહ્યું હતું કે, જ્યાં સુધી આ દર્દી વેન્ટિલેટર પર છે, ત્યાં સુધી તેમનું હૃદય ધબકતું રહેશે, પરંતુ તેને હટાવી લીધા બાદ એક કલાકમાં તેમના શ્વાસ થંભી જશે, ત્યારે પરિવારજનોએ દર્દીને ત્યાથી ડિસ્ચાર્જ અપાવી પરત ઘરે લઈ આવવા રવાના થયા હતા.

પણ કુદરતની કૃપા કહો કે, તેમના નસીબ. દર્દીને તેમના પરિવારજનો અમદાવાદથી ઉપલેટા પરત લઈ આવતા હતા, ત્યારે રાજકોટ નજીક દર્દીમાં ફરી હલનચલન થયું હતું. દર્દીમાં શ્વાસની પ્રતિક્રિયા પણ પુનઃ શરૂ થતાં પરિવારજનો તુરંત તેઓને ઉપલેટાની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા, જ્યાં તબીબોની સુજબૂજ અને પરિવારજનોએ કરેલી પ્રાર્થનાથી દર્દીમાં ખૂબ જ સારી રિકવરી આવી હતી. મેડિકલ સાયન્સમાં અશક્ય કહેવાતા એવા કિસ્સામાં આજે યુવાન દર્દી સ્વસ્થ થઈ જતા પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

Next Story