Connect Gujarat
Featured

રાજકોટ : ઉપલેટાના ગઢાળા ગામે વરસાદ બન્યો આફત, ખેતીને વ્યાપક નુકશાન

રાજકોટ : ઉપલેટાના ગઢાળા ગામે વરસાદ બન્યો આફત, ખેતીને વ્યાપક નુકશાન
X

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાળા ગામમાં તાજેતરમાં પડેલા વરસાદથી ખેતીને નિષ્ફળ જતાં ખેડુતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી છે.

સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. આ વરસાદથી ખેડૂતોએ ખેતરમાં કરેલું વાવેતર નિષ્ફળ ગયું છે. વરસાદના પાણી હજુ ખેતરોમાંથી ઓસર્યા નથી અને ખેતરોમાં જવા તથા આવવા માટેના રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયા છે. ગામના ખેડૂતોની માંગ છે કે આ વિસ્તારને લીલો દુકાળ જાહેર કરે કારણકે અહીં પાણીના કારણે વ્યાપક નુકશાન થયું છે. સરકાર વહેલી તકે સર્વે કરાવી યોગ્ય વળતર અને સહાય આપે તેવી માંગ ખેડુતો કરી રહયાં છે.

Next Story