Connect Gujarat
Featured

રાજકોટ : પીઠડિયા ગામે “રાષ્ટ્ર ધર્મ વિજય યાત્રા” આવી પહોચી, જાણો શું છે યાત્રાનો ઉદ્દેશ્ય..!

રાજકોટ : પીઠડિયા ગામે “રાષ્ટ્ર ધર્મ વિજય યાત્રા” આવી પહોચી, જાણો શું છે યાત્રાનો ઉદ્દેશ્ય..!
X

દેશના અનેક રાજ્યોના હજારો ગામડામાંથી પસાર થઇ “રાષ્ટ્ર ધર્મ વિજય યાત્રા” રાજકોટ જિલ્લાના વીરપુર થઈ પીઠડિયા ગામે આવેલ રામ ટેકરી આશ્રમ ખાતે આવી પહોંચી હતી.

રાષ્ટ્ર, ધર્મ, સંસ્કૃતિ અને પર્યાવરણના સંરક્ષણ માટે જનજાગૃતિના મુખ્ય ઉદ્દેશ્ય લઈ શ્રી નિત્યાનંદ આશ્રમના સંત નર્મદાનંદ બાપૂએ 12 જ્યોર્તિલિંગની પદયાત્રાનો સંકલ્પ લીધો છે, ત્યારે રાષ્ટ્ર ધર્મ વિજય યાત્રા તા. 29 સપ્ટેમ્બર 2019ના રોજ ગંગોત્રી ધામ, ઉત્તરાખંડથી પ્રારંભ થઈ હતી, ત્યાંથી 12 કળશમાં ગંગાનું પવિત્ર જળ ભરી આ યાત્રા પ્રથમ કેદારનાથ ધામ માટે પ્રસ્થાન કર્યું હતું. ક

કેદારનાથ મંદિરમાં જળાભિષેક કર્યા બાદ આ યાત્રા કાશી વિશ્વનાથ ઘામ, વારાણસી પહોંચી, ત્યાંથી પરલી વૈદ્યનાથ ધામ, ઝારખંડ, મલ્લિકાર્જુન ધામ, આંધ્રપ્રદેશ, રામેશ્વરમ્ ધામ, તમિલનાડુ ત્યાર બાદ મહારાષ્ટ્રના ભીમાશંકર ધામ, ત્રયંબ્કેશ્ચર ધામ, ધૃષ્મેશ્ચર ધામ પહોંચી, આ સમસ્ત જ્યોતિર્લિંગમાં ગંગા જળથી અભિષેક કરવામાં આવ્યો હતો. હવે આ યાત્રાએ ગુજરાત રાજ્યના સોમનાથ તથા નાગેશ્ચર જ્યોતિર્લિંગ પર જળાભિષેક કરવા માટે પ્રસ્થાન કર્યું છે. ત્યારબાદ આ યાત્રા મધ્યપ્રદેશ રાજ્યના મહાકાલેશ્વર, ઉજ્જૈનમાં જળાભિષેક કર્યા બાદ મમલેશ્વર, ઓંમકારેશ્ચરમાં જળાભિષેક કરાશે, જે બાદ આ યાત્રાનું સમાપન નજર નિહાલ આશ્રમ, ઓંમકારેશ્ચર ખાતે કરવામાં આવશે.

ભારત દેશના 12 જ્યોર્તિલિંગ પર હોમાત્મક મહારુદ્ર યજ્ઞો તથા 2 વખત નર્મદા પરિક્રમા કરી ચૂકેલ નર્મદાનંદ બાપજી રાષ્ટ્ર ધર્મ વિજય યાત્રા ચાલીને આવે છે, ત્યારે આ યાત્રા રાત્રિ વિશ્રામ સ્થળોએ સત્સંગ સેમિનારના માધ્યમથી પ્રથમ રાષ્ટ્રધર્મ, પર્યાવરણ સંરક્ષણ તથા ગૌ માતાના સંરક્ષણના હેતુને જન જનમાં જાગૃત કરશે, બીજા દિવસે વહેલી સવારે વૃક્ષારોપણ કર્યા બાદ યાત્રા આગળ વધશે. રાષ્ટ્ર ધર્મ વિજય યાત્રાનું આ નવીન અભિયાન દેશના અનેક રાજ્યોના હજારો ગામોમાંથી પસાર થઈ રહ્યું છે.

પ.પુ. ગુરુદેવની આ યાત્રા 14થી 15 મહીનામાં 12 હજાર કિ.મી.નું અંતર કાપવા સાથે દેશના દરેક રાજ્યમાં રાષ્ટ્ર ઉત્થાન માટે ધર્મ, સંસ્કૃતિ, ગાય અને જળ સંરક્ષણના વિષયો પર સામાન્ય જનતાને અવગત કરાવશે, ત્યારે આ યાત્રા વીરપુર જલારામ ધામ થઈને પીઠડીયા રામ ટેકરી ખાતે આવી પહોચી હતી. જેમાં રામ ટેકરીના મહંત ગોપલદાસ બાપુ દ્વારા આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Next Story