Connect Gujarat
ગુજરાત

રાજકોટ : રાજકોટમાં જાહેરમાં કચરો ફેંકનારાઓને સામે નોંધાશે દુષ્કર્મનો ગુનો, જુઓ શું છે મામલો

રાજકોટ : રાજકોટમાં જાહેરમાં કચરો ફેંકનારાઓને સામે નોંધાશે દુષ્કર્મનો ગુનો, જુઓ શું છે મામલો
X

રાજકોટ

શહેરમાં જાહેરમાં કચરો નાંખનારાઓ સામે આઇપીસીની કલમ 376 મુજબ કાર્યવાહી કરાશે તેવી ચેતવણી આપતાં મનપાએ

લગાવેલા બોર્ડના કારણે વિવાદ થયો છે. કલમ 376 દુષ્કર્મના

આરોપીઓ સામે લગાવવામાં આવતી હોય છે.

રાજકોટ મહાનગરપાલિકાએ શહેરમાં સ્વચ્છતા જળવાય રહે

તે માટે લોકોને જાહેરમાં કચરો નહિ નાખવા અપીલ કરી છે. જાહેરમાં કચરો નાંખનારાઓને

થનારી સજા માટે ચેતવણી આપતા બોર્ડ તૈયાર કરાવ્યાં છે પણ ચેતવણી બોર્ડમાં સજાની કલમ

ખોટી લખવાની ગંભીર ભુલ કરાય છે. જાહેરમાં કચરો નાંખનારાઓ સામે આઇપીસીની કલમ 376 મુજબ કાર્યવાહીની ચીમકી ચેતવણી બોર્ડમાં આપવામાં

આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કલમ 376 દુષ્કર્મના કેસમાં લગાવવામાં આવતી હોય છે.

રાજકોટના સામાકાંઠે આવેલ શાળા નં.66 પાસે જાહેર

શૌચાલયની બહાર મનપાના બોર્ડમાં આવી ભુલ જોવા મળી હતી. ચેતવણી બોર્ડના મુદે વિવાદ

થતાંની સાથે મહાનગરપાલિકાના અધિકારીઓ એ બોર્ડમાં લખેલ કલમ ૩૭૬ શબ્દ પર કલર લગાવી

ભુંસાવી નાંખ્યો હતો.

Next Story