રાજકોટ : યુવાને નાગપુરની યુવતી સાથે લગ્ન કર્યા, ચાર દિવસ પછી છે થયું તેની તમને કલ્પના પણ નહિ હોય

0

રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસે લગ્નની લાલચે પૈસા પડાવતી નાગપુરની ગેંગને ઝડપી પાડી છે. એક યુવાને નાગપુરની યુવતી સાથે લગ્ન કર્યા બાદ ચાર દિવસ બાદ યુવતી યુવાનના ઘરમાં ધાપ મારી ફરાર થઇ ગઇ હતી. 

રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતાં જંકશન પ્લોટમાં રહેતા એક યુવાને ચાર દિવસ પૂર્વે નાગપુરની છોકરી સાથે લગ્ન કર્યા હતાં. લગ્ન કર્યાનાં ત્રણ દિવસમાં જ યુવતી રોકડ દાગીના મોબાઇલ સહિતની વસ્તુઓ લઈ નાસી ગઈ હતી. જે બાદ યુવાનના પરિવારજનોએ યુવતીની ભાળ મેળવવા અનેક કોશિષ કરી હતી. જો કે તેમાં તેમને સફળતા હાથ લાગી ન હતી. જેથી પોલીસ અને સામાજિક કાર્યકરે નાસી ગયેલી લૂંટેરી દુલ્હન ને પકડી પાડવા છટકું ગોઠવ્યું હતું. લૂંટેરી દુલ્હન ફરી એક વખત નવા યુવક સાથે કોર્ટમાં લગ્ન કરવા આવતાં પોલીસે તેને ઝડપી પાડી છે. તો સાથે જ અન્ય બે આરોપીઓની પણ ધરપકડ કરી છે. બાકીના આરોપીઓને પકડવા માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવી મહારાષ્ટ્ર રવાના પણ કરી છે. પોલીસે પણ લોકોને અપીલ કરી છે કે આ પ્રકારે જો આ ટોળકીનો કોઈ ભોગ બન્યું હોય તો તે પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here