Connect Gujarat
ગુજરાત

સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તાર પર વાયુ વાવાઝોડાનો ખતરો, તમામ બંદરે લગાવાયું ૧ નંબરનું સિગ્નલ

સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તાર પર વાયુ વાવાઝોડાનો ખતરો, તમામ બંદરે લગાવાયું ૧ નંબરનું સિગ્નલ
X

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઇ રહ્યું છે. વાવાઝોડાને વાયુ નામ આપવામાં આવ્યું છે. જે વેરાવળ બંદરેથી ૭૪૦ કિલોમીટર દૂર છે. ૧૦૦ થી ૧૩૫ કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. સમુદ્રમાં બે મીટર ઊંચા મોજા ઉછળી શકે છે. વાવાઝોડા સાથે સોરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રના દરેક બંદર પર ૧ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે.

ઉનાના દરિયાઇ નવાબંદર પર વાવાઝોડાના પગલે ૩૦૦થી વધુ નાની-મોટી ફિશિંગ બોટ પરત ફરી ચૂકી છે. ઉનાના સૈયદ રાજપરા બંદર પર ૨૦૦ થી વધુ ફશિંગ બોટ પરત ફરી છે. બીજી તરફ વેરાવળ બંદર પર તમામ બોટ પરત આવી ગઇ છે અને માછીમારો પણ સુરક્ષિત બંદરે પહોંચ્યા છે. ગઇકાલે ૪૭ બોટ દરિયામાં હતી. તંત્ર દ્વારા તે તમામને બંદરે પાછી બોલાવવામાં આવી છે. વેરાવળમાં હાલ શાંત વાતાવરણ છે.

Next Story