/connect-gujarat/media/post_banners/6bf31f28dd6c2487f5df08942beedf398887d1fada5aa6f5b8262cecae8135e4.jpg)
રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલ આવકાર હોટલ પાસે કાર બ્રિજ નીચે ખાબકી હતી. આ અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે મોત નિપજયું હતું, જ્યારે 3 યુવાનનો આબાદ બચાવ થયો હતું.
રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માત સર્જાયો છે. રાજકોટના ધોરાજીમાં જેતપુર નેશનલ હાઈવે ઓવર બ્રિજની ઉપરથી કાર 40 ફુટ નીચે ખાબકી હતી. મળતી માહિતી અનુસાર, ભાવનગરથી દ્વારકા દ્વારકાધીશના દર્શન માટે 4 યુવાનો કાર લઈને નીકળ્યા હતા, જેઓની કારને જેતપુર નેશનલ હાઈવે પર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં દીપ પટેલ નામના યુવકનું મોત થયું હતું, જ્યારે 3 યુવકોનો આબાદ બચાવ થયો હતો. મૃતકને પોસ્ટમોર્ટમ માટે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.