Connect Gujarat
રાજકોટ 

રાજકોટ : ગામલોકોના પ્રશ્નોને વાંચા આપવા "પ્રજાના પ્રશ્નો" એપનું મુખ્યમંત્રીએ કર્યું ઇ-લોન્ચિંગ

રાજકોટ : ગામલોકોના પ્રશ્નોને વાંચા આપવા પ્રજાના પ્રશ્નો એપનું મુખ્યમંત્રીએ કર્યું ઇ-લોન્ચિંગ
X

ગુજરાતમાં સૌપ્રથમ વાર રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા "પ્રજાના પ્રશ્નો" નામની મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે, ત્યારે આ મોબાઈલ એપ્લિકેશનનું રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગાંધીનગરથી ઇ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ વાર રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા એક મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખને અવારનવાર ફરિયાદો મળતી હોવાથી પારદર્શિતા જાળવવા માટે "પ્રજાના પ્રશ્નો" મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. આ એપની મદદથી અનેક ગ્રામજનોના વિવિધ પ્રશ્નોને વાચા મળશે. તો સાથે જ આ મોબાઈલ એપ્લિકેશનમાં રાજ્ય સરકાર, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતને ફાળવેલી ગ્રાન્ટ અને વપરાશ સહિત તમામ માહિતી હવે લોકો પોતાની આંગળીના ટેરવે મેળવી શકાશે.


"પ્રજાના પ્રશ્નો" મોબાઈલ એપના ઇ-લોન્ચિંગ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને આ મોબાઈલ એપ્લિકેશનનો વધુને વધુ ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી. તો સાથે જ એપ્લિકેશન મારફતે મળતા તમામ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. રાજકોટ જિલ્લામાં 595 ગામડાઓનો સમાવેશ થાય છે, ત્યારે અહીના ગ્રામ્ય વિસ્તારના લોકોના ઘણા પ્રશ્નો સામે આવી રહ્યા છે. જેમાં જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતના અનેક કામોમાં પારદર્શિતા જળવાતી નહોતી. જેથી હવે આ "પ્રજાના પ્રશ્નો" મોબાઈલ એપ મારફતે પારદર્શિતા જાળવી શકાશે, ત્યારે આગામી દિવસોમાં લોકોના પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે અધિકારીઓ અને પદાધિકારીઓને સૂચના પણ આપવામાં આવી છે.

Next Story