Connect Gujarat
રાજકોટ 

વડોદરા : એમ.એસ. યુનિ.માં 13મીથી પરીક્ષાનો પ્રારંભ, 4 હજાર વિદ્યાર્થીઓની ફી બાકી રહેતા અટવાયા...

યુનિવર્સિટીના નવા બનાવામાં આવેલા પોર્ટલના ધાંધીયા યથાવત રહેતા વિદ્યાર્થીઓ ભોગ બની રહ્યા છે.

વડોદરા : એમ.એસ. યુનિ.માં 13મીથી પરીક્ષાનો પ્રારંભ, 4 હજાર વિદ્યાર્થીઓની ફી બાકી રહેતા અટવાયા...
X

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ ફરી વાર અટવાયા છે. એસવાય બીકોમની 13મી તારીખથી શરૂ થતી પરીક્ષા માટે 7મી ડિસેમ્બર છેલ્લી તારીખ હોવા છતાં હજુ 4 હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓની ફી ભરાઇ નથી. પોર્ટલના વાંકે વિદ્યાર્થીઓની ફી ના ભરાતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થી સંગઠન ડીનને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે ડીન ન મળતા ઓફીસના બારણે આવેદન ચોટાડીને વિરોધ નોંધાવ્યો હતો.

યુનિવર્સિટીના નવા બનાવામાં આવેલા પોર્ટલના ધાંધીયા યથાવત રહેતા વિદ્યાર્થીઓ ભોગ બની રહ્યા છે. એકઝામ પોર્ટલ યુનિવર્સિટી સ્તર પર બનાવવામાં આવ્યું છે. પણ વિદ્યાર્થીઓને થતી સમસ્યા માટે વિદ્યાર્થીઓ દ્વારા ફેકલ્ટી સ્તરે રજૂઆતો કરવામાં આવી રહી છે. ફરીએક વાર કોમર્સ ફેકલ્ટીમાં ફી નહિ ભરાવવાને લઇને વિવાદ થયો છે. જેમાં 13 ડિસેમ્બરથી શરૂ થતી એસવાય બીકોમની પરીક્ષા માટે વિદ્યાર્થીઓની ફી ભરવા માટે 7 ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જોકે 7 ડિસેમ્બર છેલ્લી તારીખ હોવા છતાં પણ અડધા કરતાં વધારે વિદ્યાર્થીઓની ફી ભરી શકાય ના હોવાનું બહાર આવ્યું છે.

જો વિદ્યાર્થીઓની ફી ભરાઇ નહિ હોય તો તેવા સંજોગોમાં તેઓ પરીક્ષા નહિ આપી શકે તેવી જાહેરાત પણ સત્તાધીશો દ્વારા કરવામાં આવી હતી. વિદ્યાર્થી આગેવાન નિખીલ સોંલકી સહિતના વિદ્યાર્થીઓ આ અંગે ડીનને રજૂઆત કરવા ગયા ત્યારે ડીન હાજર ના હતા જેના કારણે વિદ્યાર્થી આગેવાનોએ આવેદનપત્ર ડીનની કેબીનના બારણા પર લગાડી દીધું હતું. વિદ્યાર્થીઓએ આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે એસવાયમાં જયારે વિદ્યાર્થીઓ વિષય પસંદગી કરે છે ત્યારે 3 સેમિસ્ટરના સબ્જેકટ સીલકેટ થતાં નથી. સીધા ચોથા સબ્જેકટ સીલીકેટ થાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વિદ્યાર્થીઓના ફી ના રૂપિયા કપાઇ જાય છે પણ રીસીપ્ટ પણ જનરેટ થઇ રહી નથી. 13 ડિસેમ્બરથી શરૂ થઇ રહેલી પરીક્ષા મોકુફ રાખવાની માંગણી કરી હતી. 13મી ડિસેમ્બરના રોજથી એસવાય બીકોમની પરીક્ષા શરૂ થઇ રહી છે. ત્યારે હજુ સુધી વિદ્યાર્થીઓની ફી ભરાઇ નથી. જેના કારણે પરીક્ષા પાછી ઠેલવી પડે તેવી સ્થિતી સર્જાશે. સમયસર ફી ભરાઇ ગઇ હોત તો પરીક્ષા પણ જાહેર કરેલા સમય પ્રમાણે લઇ શકાઇ હોત.

Next Story