/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/WhatsApp-Image-2019-05-22-at-1.41.46-PM.jpeg)
૨૦૦૦BU, ૨૦૦૦ CU અને ૨૦૦૦ VVPAT ની સંગ્રહ ક્ષમતા ધરાવતું વેરહાઉસ CCTV કેમેરા સહિત અદ્યતન સુવિધાથી સજ્જ
નર્મદા જિલ્લાના મુખ્યમથક જિલ્લા સેવા સદન સંકુલમાં અંદાજે રૂા.૧.૫ કરોડનાં ખર્ચે CCTV કેમેરા સાથે અદ્યતન સુવિધાઓથી સજ્જ ભારતનાં ચૂંટણી પંચની માલિકીના EVM અને VVPAT સંગ્રહ માટે તૈયાર થયેલા સમર્પિત (ડેડીકેટેડ) વેરહાઉસનાં નવનિર્મિત મકાનનું જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આઇ.કે. પટેલે આજે રિબન કાપીને ઉદઘાટન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ૭૫૦ ચોરસ મીટર વિસ્તારમાં નવનિર્મિત આ સમર્પિત વેરહાઉસ ૨૦૦૦ BU, ૨૦૦૦ CU અને ૨૦૦૦ VVPAT ની સંગ્રહ ક્ષમતા ધરાવે છે, જેમાં ૧૨ જેટલાં સ્ટ્રોંગ રૂમ અને લોખંડના ૧૦૪ ઘોડાની સુવિધા ઉપરાંત ફર્સ્ટ લેવલ ચેકીંગ રૂમ (F.L.C.), ઓફિસ રૂમ વગેરેની અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. .
રાજપીપલાના આ નવનિર્મિત સમર્પિત વેરહાઉસમાં ફાયર એલાર્મ સિસ્ટમ, સિક્યુરીટી રૂમ, ગાર્ડ રૂમ, કમ્પાઉન્ડની ચારે બાજુ ફરતે કંપાઉન્ડ વોલ કે જેની ચારેબાજુની તારની ફેન્સીંગ વાડને વિદ્યુત પ્રવાહ સાથે જોડવાની સુવિધા પણ ઉભી કરાઇ છે.
આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.આઇ. હળપતિ, નાયબ પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, કાર્યપાલક ઇજનેર આઇ.વી. પટેલ, તાલીમી નાયબ કલેક્ટર અને નાંદોદ મામલતદાર જયકુમાર બારોટ, જિલ્લા આંકડા અધિકારી આર.આર. ભાભોર, ચૂંટણી શાખાના મામલતદાર પી.કે. ડામોર, વિવિધ સરકારી કચેરીઓનાં અધિકારીઓ–કર્મચારીઓ, ચૂંટણી શાખાનાં કર્મચારીગણ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.