Connect Gujarat
Featured

વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું રાષ્ટ્રપતિ દ્વારા કરશે ઉદઘાટન, અમિત શાહ આપશે હાજરી

વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું રાષ્ટ્રપતિ દ્વારા કરશે ઉદઘાટન, અમિત શાહ આપશે હાજરી
X

આજ રોજ 24 ફેબ્રુઆરી 2021 બુધવાર ક્રિકેટ રમાવા જય રહ્યું છે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પિંક બોલ ટેસ્ટ થશે. 24 થી 28 ફેબ્રુઆરી દરમિયાન આ મેચ રમવાની સાથે જ આંતરરાષ્ટ્રીય મેચ વિશ્વના આ સૌથી મોટા સ્ટેડિયમમાં શરૂ થશે.

ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ નહીં પરંતુ ભારતનું સરદાર પટેલ મોટેરા દર્શક ક્ષમતાની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બનશે.અમદાવાદના સાબરમતીમાં સ્થિત આ સ્ટેડિયમ નવી સજાવટ અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 24 ફેબ્રુઆરીએ અહીં હાજર રહેશે જ્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેનું ઉદ્ઘાટન કરશે.

મોટેરા તરીકે ઓળખાતું આ સ્ટેડિયમ હવે સરદાર પટેલ સ્ટેડિયમ તરીકે જાણીતું બનશે.63એકરમાં બનેલા આ સ્ટેડિયમમાં એક સાથે કુલ 1 લાખ 10 હજાર લોકોની બેસવાની ક્ષમતા છે. હાલમાં ઓસ્ટ્રેલિયામાં મેલબોર્ન સૌથી મોટા સ્ટેડિયમ તરીકે ઓળખાય છે જ્યાં 90 હજાર લોકો સાથે બેસી શકે છે.

તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ આ સ્ટેડિયમ બનાવવા માટે આશરે 800 કરોડ રૂપિયા ખર્ચ થયા છે. આ સ્ટેડિયમમાં લાલ અને કાળી માટીથી બનેલા 11 સેન્ટર પિચો છે.

આ અગાઉ તેમણે આખું સ્ટેડિયમ કેન્દ્રીય રમત પ્રધાન કિરણ રિજિજુને પણ ફેરવ્યું હતું. માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ દેશ માટે ગૌરવની વાત છે કે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ભારતમાં છે. આ સ્ટેડિયમમાં 110,000 દર્શકોની બેસવાની ક્ષમતા છે પરંતુ કોરોનાને કારણે ફક્ત 55,000 ટિકિટ વેચાણ પર મૂકવામાં આવી હતી. મોટાભાગની ટિકિટ પણ વેચી દેવામાં આવી છે.

Next Story