Connect Gujarat
વાનગીઓ 

મેઈન કોર્સ 'મેક્સિકન રાઇસ'માં સર્વ કરવા માટે ખૂબ જ સ્વાદિષ્ટ અને ઝડપી બનાવેલી રેસીપી

જો તમે રેસ્ટોરન્ટમાં ખાવા માટે બહાર ગયા છો અને કંઈક અલગ અને હેલ્ધી ટ્રાય કરવા માંગો છો તો તમે મેક્સિકન રાઇસ ઓર્ડર કરી શકો છો.

મેઈન કોર્સ મેક્સિકન રાઇસમાં સર્વ કરવા માટે ખૂબ જ સ્વાદિષ્ટ અને ઝડપી બનાવેલી રેસીપી
X

જો તમે રેસ્ટોરન્ટમાં ખાવા માટે બહાર ગયા છો અને કંઈક અલગ અને હેલ્ધી ટ્રાય કરવા માંગો છો તો તમે મેક્સિકન રાઇસ ઓર્ડર કરી શકો છો. જે ચોક્કસ આવશે, તમને ખૂબ ગમશે.

મેક્સીકન રાઈસ બનાવાની સામગ્રી:

2 કપ બાફેલા ચોખા, 1 ટેબલસ્પૂન ઘી, 1 ટેબલસ્પૂન બટર, 1 ચમચી લસણ બારીક સમારેલ, 1 ડુંગળી સમારેલી, કપ ટામેટાની પ્યુરી, સ્વાદ અનુસાર મીઠું, 1 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા પાવડર, 1 ટીસ્પૂન જીરું પાવડર, 2 ચમચી , 2 ટીસ્પૂન રેડ ચીલી ફ્લેક્સ, 1 ટીસ્પૂન ટોમેટો કેચઅપ, 1 હેલ્પિયો ગોળ ગોળ કાપીને, કપ સ્વીટ કોર્ન, 1 કપ લાલ, પીળા, લીલા કેપ્સીકમ બારીક સમારેલા, અડધો કપ બાફેલી રાજમા, થોડા તાજા કોથમીર .

મેક્સીકન રાઈસ બનાવાની રીત :

એક પેનમાં ઘી અને બટર ગરમ કરો, સૌપ્રથમ લસણને તળી લો.પછી 2 મિનિટ પછી તેમાં ડુંગળી સાંતળો.

ડુંગળી લાઈટ બ્રાઉન થાય એટલે તેમાં ટામેટાની પ્યુરી, મીઠું, ઓરેગાનો, જીરું પાવડર, લાલ મરચું પાવડર, કાળા મરી પાવડર, ધાણા પાવડર, રેલ ચીલી ફ્લેક્સ, ટોમેટો કેચપ ઉમેરો. બધું બરાબર મિક્સ કરો અને ત્રણથી ચાર મિનિટ પકાવો.આ પછી તેમાં સ્વીટ કોર્ન, ત્રણેય પ્રકારના કેપ્સિકમ, હાલેપિયો અને રાજમા ઉમેરો.છેલ્લે ચોખા ઉમેરો અને 10 થી 12 મિનિટ પકાવો.તૈયાર કરેલા ભાતને તાજા કોથમીરથી સજાવી સર્વ કરો.

Next Story