Connect Gujarat
વાનગીઓ 

બાળકો કોઈપણ શાક ખાવાનું પસંદ ના કરે તો, પછી તરત જ ખવડાવો આ સ્વાદિષ્ટ ગોળના પરોઠા

શું તમે ગોળમાંથી બનેલા ટેસ્ટી પરોઠા બનાવ્યા છે, અથવા તો ખાધા છે,

બાળકો કોઈપણ શાક ખાવાનું પસંદ ના કરે તો, પછી તરત જ ખવડાવો આ સ્વાદિષ્ટ ગોળના પરોઠા
X

ઘણા બાળકો શાકભાજી ખાતા જ નથી હોતા અને બીજી તરફ ઘણી બધી શાકભાજી છે, જેને જોઈને બાળકો નાક અને મોં બગાડવા લાગે છે. આવી સ્થિતિમાં મહિલાઓ માટે એ ટેન્શન બની જાય છે કે તેમને એવું શું ખવડાવવું કે તેમનું પેટ ભરાઈ જાય અને ખાવાનું પણ હેલ્ધી હોય. જો તમે પણ આ સમસ્યાનું સમાધાન શોધી રહ્યા છો, તો આ રેસિપી બાળકોને જરૂર પસંદ આવશે, પરોઠા નામ સાંભળતા જ સિમ્પલ પરોઠા અથવા તો આલુ પરોઠા યાદ આવે છે, પરંતુ શું તમે ગોળમાંથી બનેલા ટેસ્ટી પરોઠા બનાવ્યા છે, અથવા તો ખાધા છે, નહીં તો બાળકો માટે બનાવો આ ગોળ માથી બનાવેલ ટેષ્ટિ પરોઠા.

સામગ્રી :-

ઘઉંનો લોટ - 2 કપ, ગોળ - 100 ગ્રામ, અજમો - અડધી ચમચી, વરિયાળી - અડધી ચમચી

સુકા ફળો – વૈકલ્પિક, ઘી/તેલ - 2 ચમચી

ગોળના પરોઠા બનાવવાની રીત :-

સૌ પ્રથમ, ઘઉંનો લોટ લો અને તેમાં અજમો અને વરિયાળી સાથે સારી રીતે ભેળવો. હવે તેને ઢાંકીને થોડી વાર માટે બાજુ પર રાખો. હવે તેમાં પીસેલા ગોળ અને બારીક સમારેલા ડ્રાયફ્રૂટ્સ નાખીને રોલ કરો લોટ બાંધી અને નાના નાના લુવા બનાવી અને તેને ગોળ આકારમાં વણો.

હવે આ પછી તવા પર થોડું ઘી લગાવો અને તેને બંને બાજુથી પકાવો. જો તમારું બાળક ક્રિસ્પી પરાઠા ખાવાનું પસંદ કરે છે, તો તેને તે મુજબ તૈયાર કરો. બાળકોના સ્વાસ્થ્ય માટે આનાથી વધુ સારું બીજું કંઈ નથી. તો ગરમા ગરમ ગોળના પરોઠા બનાવી બાળકને સર્વ કરો.

Next Story