Connect Gujarat
વાનગીઓ 

સાંજના નાસ્તા કે નાની પાર્ટી માટે બનાવો ટેસ્ટી અને તીખા ધૂધરા, તો જાણીએ તેની રેસીપી

તીખા ઘૂઘરા ગુજરાતનો પ્રખ્યાત નાસ્તો છે. જે તીખી મીઠી ચટણી સાથે સર્વ કરવામાં આવે તો કઈક અલગ જ મજા પડી જાય.

સાંજના નાસ્તા કે નાની પાર્ટી માટે બનાવો ટેસ્ટી અને તીખા ધૂધરા, તો જાણીએ તેની રેસીપી
X

તીખા ઘૂઘરા ગુજરાતનો પ્રખ્યાત નાસ્તો છે. જે તીખી મીઠી ચટણી સાથે સર્વ કરવામાં આવે તો કઈક અલગ જ મજા પડી જાય.જે તમે સાંજના નાસ્તા કે કોઈ નાની મોટી પાર્ટી માટે પણ બનાવી શકો છો. એકદમ આસાનીથી બની જતાં ધૂધરા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો જાણીએ તીખા ઘૂઘરા બનાવવાની રેશિપી

સામગ્રી:

ઘઉનો લોટ – 1 કપ, બાફેલા બટેટા 4-5 નંગ, લીલા મરચાં સુધારેલા 1-2, આમચૂર પાવડર ½ ચમચી, લાલ મરચાં પાવડર ½ ચમચી, ગરમ મસાલો ½ ચમચ, લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી, મીઠું સ્વાદ મુજબ, તેલ 3-4 ચમચી, પાણી જરૂર મુજબ, પલાળેલા આખા લાલ મરચાં 8-10, લસણની કળી 10-15, લીંબુનો રસ ½ ચમચી, ઝીણી સેવ ગાર્નિસ માટે

ઘૂઘરા બનાવવાની રીત

  • તીખા ઘૂઘરાનો લોટ બાંધવાની રીત

સૌ પ્રથમ એક મોટા બાઉલમાં ઘઉં અથવા મેંદાનો લોટ ચાળીને લઇ લો. ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી તેલ એડ કરી બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લો બાંધેલા લોટને ઢાંકીને 10 થી 15 મિનિટ સુધી મૂકી રાખો.

સ્ટફિંગ બનાવવાની રીત

સ્ટફિંગ બનાવવા માટે સૌ પ્રથમ બટાકાને સારી રીતે ધોઈ નાખો અને પછી કુકરમાં નાખી બાફી લો. બાફેલા બટાકાને મેસર વડે અથવા હાથ વડે મેસ કરી તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં, આમચૂર પાવડર, લાલ મરચાનો પાવડર, ગરમ મસાલો, લીલા સુધારેલા ધાણા અને સ્વાદ મુજબ મીઠું નાખીને બરાબર રીતે મિક્સ કરો લો.

તીખા ઘૂઘરા બનાવવાની રીત

બાંધેલા લોટને ફરીથી મસળી લો ત્યાર બાદ જે સાઇઝ ના ધૂધરા બનાવવા હોય તે સાઈઝનો લૂઓ બનાવો હવે તેને મીડિયમ સાઇઝ ની પૂરી ની જેમ પાતળી વણી લો, હવે કિનારી પર આંગળીથી પાણી લગાવી લ્યો અને પુરીની એક બાજુ તૈયાર કરેલ સ્ટફિંગ મૂકો ત્યાર બાદ પુરીને બીજી બાજુથી ફોલ્ડ કરીને આંગળીથી કિનારી દબાવીને બરાબર પેક કરી લ્યો. ત્યાર બાદ કિનારીને એક બાજુથી થોડી થોડી અંદરની બાજુ ફોલ્ડ કરી લો અથવા ફોક કાંટા થી દબાવીને પેક કરી લો. આમ એક એક પૂરી વણી સ્ટફ ભરી પેક કરી ઘૂઘરા બનાવી લ્યો.

હવે ગેસ ચાલુ કરી એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ મીડિયમ ગરમ થાય એટલે ગૅસ ધીમો કરીને તેમાં તૈયાર કરેલા ઘૂઘરા નાખી ધીમા તાપે તળી લો. આમ બધા ઘૂઘરા વારા ફરતી તળીને તૈયાર કરી લો.

હવે ઘૂઘરાને સર્વ કરવા પ્લેટમાં તૈયાર કરેલ ઘૂઘરા ને થોડો તોડી નાખી તેમાં લીલી ચટણી, લાલ ચટણી અને મીઠી ચટણી નાખો ઉપરથી ઝીણી સેવ અને લીલા સુધારેલા ધાણા નાખીને સર્વ કરો તો તૈયાર છે તીખા ઘૂઘરા..

લસણ મરચાની ચટણી બનાવવાની રીત

મિક્સર જાર માં લસણની કળીઓ, પલાળેલા લાલ મરચાં, સ્વાદ મુજબ મીઠું અને લીંબુનો રસ નાખી પીસી લો. હવે તેમાં થોડું પાણી નાખી ફરીથી સ્મૂધ પીસી લો, તો તૈયાર છે લસણ મરચાંની ચટણી

Next Story