બનાવો બહાર જેવો જ 'પિઝા સોસ'; આ બાબતોનું રાખવું પડશે ધ્યાન

New Update

પીઝા ટામેટા સોસ સામન્ય રીતે આપણે માર્કેટમાંથી તૈયાર લઇ આવતા હોઇએ છીએ. પરંતુ ઘરે પણ આપણે થોડી જ મિનિટોમાં ટેસ્ટી પિઝા સોસ બનાવી શકીએ છીએ. તો આજે જોઇએ તે બનાવવાની સામગ્રી અને તેની રીત.

પીઝા ટામેટા સોસ બનાવવા માટેની સામગ્રી : ૪-૫ નંગ ટામેટા, ૧/૪ – નાની ચમચી મીઠું (સ્વાદ અનુસાર), ૨ - ચપટી કળા મરીનો પાઉડર, ૬-૭ નંગ તુલસીના પાન,૨ – ટેબલ સ્પૂન ઓલિવ ઓઈલ અથવા માખણ.

રીત : ટામેટાને પાણીથી ધોઈ લેવા, મોટા ટુકડામાં સમારવા અને પીસી લેવા. નાની કડાઈમાં ઓલિવ ઓઈલ નાંખી ગરમ કરવું. પીસેલા ટામેટા, મીઠું, મરીનો પાઉડર, તુલસીના પાન (પાનને તોડી ને) નાંખવા અને ઘટ થાય ત્યાં સુધી તેને પાકવા દેવું. એટલે પિઝા ટામેટા સોસ તૈયાર છે.

માઈક્રોવેવ ઓવન હોય તો તેને કન્વેશન મોડમાં રાખવું. ઓવન ના હોય તે નોનસ્ટિક તવામાં ધીમા તાપે ગેસ પર ગરમ કરીને પણ પિઝા બનાવી શકાય છે. ગેસ પર રાખ્યા બાદ વારંવાર ચેક કરતા રહેવું જરૂરી અને ચીઝ મેલ્ટ / પીગળી જાય એટલે ઉતારી લેવા. સારા અને ક્રિસ્પી પિઝા સામાન્ય રીતે ઓવેનમાં જ થાય.

Latest Stories