Connect Gujarat
વાનગીઓ 

રવો અને નાળિયેર, બસ આ બે વસ્તુઓથી બનાવો, ભગવાન ગણપતિના મનપસંદ મોદક

ગણેશ ચતુર્થીનો તહેવાર નજીક છે. ત્યારે ઘરોમાં ભગવાન ગણેશની સ્થાપનાની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે.

રવો અને નાળિયેર, બસ આ બે વસ્તુઓથી બનાવો, ભગવાન ગણપતિના મનપસંદ મોદક
X

ગણેશ ચતુર્થીનો તહેવાર નજીક છે. ત્યારે ઘરોમાં ભગવાન ગણેશની સ્થાપનાની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. પૂજા અને શણગાર સિવાય, આ પ્રસંગે ખાસ કરીને ઘરોમાં કરવામાં આવતી અન્ય વસ્તુ તેમના ભોગની તૈયારી પણ કરવામાં આવે છે. બાપ્પાને મોદક લાડુ ખૂબ પસંદ છે, તેથી જો તમે ગણપતિ બાપ્પાને પ્રસન્ન કરવા માંગતા હોવ તો તેમને મોદકનો પ્રસાદ અવશ્ય ચઢાવો. મોદક ખૂબ ઓછી સામગ્રી અને સમય સાથે ઘરે સરળતાથી તૈયાર કરી શકાય છે. તો ચાલો જાણીએ આ ઝટપટ મોદકની રેસિપી.

મોદક બનાવવા માટેની સામગ્રી :-

1 કપ સોજી, 1/4 કપ ઓગળેલુ ઘી, 1/3 કપ દૂધ, 2/3 છીણેલું નારિયેળ, 2/3 કપ ખાંડ, 1/3 કપ પાણી, 1/4 ટીસ્પૂન એલચી પાવડર, ગ્રીસ કરવા માટે ઘી ને ગાર્નિશ કરવા માટે થોડા સમારેલા પિસ્તા

મોદક બનાવવાની માટેની રીત :-

- સૌ પ્રથમ, સોજીને ધીમી આંચ પર લગભગ પાંચ મિનિટ માટે સાતળી લો.આ પછી, તેમાં ઓગળેલુ ઘી ઉમેરીને 3-4 મિનિટ સુધી સાંતળો. તેમાંથી થોડી સુગંધ આવવા લાગશે. હવે તેમાં દૂધ મિક્સ કરવામાં આવે છે. આ પછી તેમાં છીણેલું નારિયેળ ઉમેરો. બધું મિક્સ કરી ગેસ બંધ કરી દો.

- એક અલગ પેનમાં ચાસણી બનાવો. આ માટે એક વાસણમાં પાણી અને ખાંડને ઉકાળવા માટે મૂકો. 3 મિનિટ ઉકળવા દો. આ સમયમાં એક તારની ચાસણી તૈયાર થઈ જશે. ગેસ બંધ કરો અને તેમાં એલચી પાવડર મિક્સ કરો. સોજીના મિશ્રણમાં ખાંડની ચાસણી ઉમેરો અને મિક્સ કરો.

- સોજીના મિશ્રણને ગેસ પર મૂકીને થોડીવાર પકાવો જેથી બધી વસ્તુઓ બરાબર મિક્સ થઈ જાય. મિશ્રણને 4-5 મિનિટ માટે ઠંડુ થવા દો. આ પછી તેમાંથી નાના બોલ તૈયાર કરો. જો બોલ્સ ન બને તો વધુ એક મિનિટ પકાવો.

જો તમારે મોદક બનાવવા હોય તો મોલ્ડનો ઉપયોગ કરો. અથવાતો હાથ દ્વારા પણ બનાવી શકાય.ઉપર ઝીણા સમારેલા પિસ્તાથી ગાર્નિશ કરો.

આ બધા મોદકને મલમલના કપડામાં રાખો. સ્ટીમર તૈયાર કરો અને તેમાં આ મોદકને દસથી પંદર મિનિટ સુધી પાકવા દો. આ રીતે તૈયાર છે ગણપતિ બાપ્પાના મનપસંદ મોદક.

Next Story