Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: પ્રાંતિજ ખાતે બ્રહ્માણી માતાના ચોકમાં યોજાયો પલ્લી મેળો

સાબરકાંઠા: પ્રાંતિજ ખાતે બ્રહ્માણી માતાના ચોકમાં યોજાયો પલ્લી મેળો
X

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વર્ષોથી પલ્લીનો મેળાનું આયોજન કરવામાં આવે છે. પ્રાંતિજના બ્રહ્માણી માતાના મંદિરે ભરાયેલ પલ્લીના મેળા દરમ્યાન મોટી સંખ્યામાં માઇભકતોએ પલ્લીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જય અંબે...ના નાદથી સમ્રગ પ્રાંતિજ ગુંજી ઉઠયું હતું.

ગુજરાત ભરમાં ગાંધીનગરના રૂપાલ અને સાબરકાંઠાના પ્રાંતિજ એમ ફક્ત બે સ્થળોએ જ પલ્લીનો મેળો યોજાય છે. પ્રાંતિજ બ્રાહ્મણી મંડળ દ્રારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર વ્યવસ્થા સાથે માઇભકતોને કોઈ પણ કષ્ટ ન પડે તેવી વ્યવસ્થા સાથે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહી આવતા ભકતો દ્વારા પલ્લીમાં માંગેલ બાધા પૂર્ણ કરવા માટે ધી વધાવવામાં આવે છે. હજારો મળ ધીનો અભિષેક કરી લોકો ઉત્સવ ઉજવે છે. પાંડવોના સમયની પ્રથા મુજબ આજના યંત્ર યુગમાં પણ મેળા દરમ્યાન પલ્લી પ્રગટાવવામાં આવે છે. પાલખી સ્વરૂપે પલ્લીને બ્રહ્માણી ચોકમાં ધુમાવવામાં આવે છે. મંદિરના પટાંગણમાં મહિલાઓ દ્વારા ગરબીનું પણ વિશેષ આયોજન કરવામાં આવે છે. આતશબાજી સહિત ફુલોના વરસાદ સાથે સમગ્ર વાતાવરણ “જય અંબે”ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. પલ્લીના દર્શન માટે હજારોની સંખ્યામાં માનવ મહેરામણમાં ઉમટી પડ્યું હતું. પલ્લીના મેળામાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પ્રાંતિજ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. પલ્લીના મેળાનો લાંભ લેવા આજુબાજુના ગામડાં તથા દૂરદૂરથી ભાવિકો ઊમટી પડયા હતાં.

Next Story