સાબરકાંઠા : વિજયનગરના આડા ખોખરા ગામ પાસે કાર પલટી

New Update
સાબરકાંઠા : વિજયનગરના આડા ખોખરા ગામ પાસે કાર પલટી

સાબરકાંઠા જિલ્લા ના વિજયનગર તાલુકા નજીક આવેલા આડા ખોખરા ગામ પાસે આજે વહેલી સવારે 8 વાગ્યે કાર પલટી મારી ગઇ હતી.

publive-image

અકસ્માતમાં કારમાં સવાર 3 લોકોનો આબાદ બચાવ થયો છે. ચંદવાસના રહેવાસી મનહર ડામોર પોતાના સંબંધીના ઘરે ટોલડુંગરી ગામે ગયાં હતાં જયાંથી પરત ફરતી વેળા આડા ખોખરા પાસે વળાંકમાં તેમની કાર અચાનક પલટી મારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ વળાંક બહુ જ ભયજનક છે. અકસ્માતના બનાવો રોકવા માટે આ સ્થળે સલામતીના પગલાં ભરવામાં આવે તે જરૂરી છે.

Read the Next Article

ભરૂચ: દહેજ પોલીસે જોલવા ગામે દુકાનમાં ગાંજાનું વેચાણ કરતા આરોપીની કરી ધરપકડ

ભરૂચની દહેજ પોલીસને બાતમી મળી હતી કે જોલવા ગામે સેફરોનસીટીમાં રહેતા નરેશ પરમાર તેની દુકાનમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી છુટક વેચાણ કરે છે

New Update
fbd

ભરૂચની દહેજ પોલીસને બાતમી મળી હતી કે જોલવા ગામે સેફરોનસીટીમાં રહેતા નરેશ પરમાર તેની દુકાનમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી છુટક વેચાણ કરે છે અને હાલમાં પણ તે દુકાનમાં માદક પદાર્થનો જથ્થો રાખ્યો છે.

 જે આધારે સરકારી પંચો સાથે રેઈડ કરતા આરોપીએ પોતાની દુકાનમાં સંતાડી રાખેલ ગેરકાયદેસર નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આરોપી આ જથ્થો લાવી અને તેની નાની-નાની પડીકીઓ બનાવી લોકોને છુટક વેચાણ કરવાના ઇરાદે ગાંજાનો જથ્થો પોતાની દુકાનમાં સંતાડી રાખતો હતો. પોલીસે આરોપી પાસેથી કુલ 9 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.