Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : કોરોના વાયરસના સંક્રમણને પહોચી વળવા પ્રાંતિજ ખાતે દવાનો છંટકાવ કરાયો

સાબરકાંઠા : કોરોના વાયરસના સંક્રમણને પહોચી વળવા પ્રાંતિજ ખાતે દવાનો છંટકાવ કરાયો
X

સાબરકાંઠા જિલ્લાના

પ્રાંતિજ સહિતના વિસ્તારોમાં હાલ કોરોના વાયરસને લઇને

પ્રાંતિજ નગરપાલિકા દ્વારા મીની ફાયર દ્વારા

બજાર સહિતના વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

હાલ કોરોનાએ દેશ સહિત વિશ્વના દેશોને હચમચાવી દીધા છે. લોકોમાં કોરોન ને લઇને ભારે ભય છે, ત્યારે સરકાર દ્વારા તથા આરોગ્ય વિભાગ તથા કર્મચારીઓ તથા પોલીસ તંત્ર દ્વારા કોરોનાને પહોચી વળવા માટે રાત દિવસ મહેનત કરી સરાહનીય કામગીરી કરે છે, ત્યારે લોકોને ઘરોમાં રહેવાનું કહેવામાં આવ્યું છે. જેથી લોકો ઘરોમાં રહે તો સંક્રમણ પણ અટકશે, ત્યારે બીજી તરફ પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસરનીઅધ્યકક્ષતામાં દવાઓનો છંટકાવ સહિત ફોગિંગ મશીન તથા મીની ફાયર ટેન્ડર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જેને લઈને નગરજનોમાં હાલતો ખુશી જોવા મળી રહી છે. તો નગરજનોએ ઘરોમાં રહી વારંવાર સાબુથી હાથ ધોવા, માસ્ક પહેરવું અને ઘરમાં તથા બહાર સેનિટાઈઝરનો ઉપયોગ કરવો વધારે હિતાવહ છે, ત્યારે હાલ તો નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવતાં નગરજનોમાં ખુશી જોવા મળી હતી.

Next Story