સાબરકાંઠા લોકસભા ચૂંટણીની મતગણતરીમાં ઉપસ્થિત રહેનાર ભાજપના કાર્યકતા અને એજન્ટો માટે યોજાયો સેમિનાર

New Update
સાબરકાંઠા લોકસભા ચૂંટણીની મતગણતરીમાં ઉપસ્થિત રહેનાર ભાજપના કાર્યકતા અને એજન્ટો માટે યોજાયો સેમિનાર

આગામી 23મી મેં ના રોજ હિંમતનગર ખાતે પોલીટેક્નિક કોલેજમાં હાથ ધરાનાર સાબરકાંઠા લોકસભાની મતગણતરીમાં ઉપસ્થિત રહેનાર ભાજપના કાર્યકતાઅને એજન્ટો માટે આજરોજ મોડાસામાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપના પ્રમુખ રણવીરસિંહ ડાભીની ઉપસ્થિતિમાં અભ્યાસ વર્ગ યોજાયો હતો. આ અભ્યાસ વર્ગમાં ત્રણેય વિધાનસભા ક્ષેત્રોમાંથી મતગણતરી માટે જનારા કાર્યકર્તા એજન્ટોને જિલ્લા મહામંત્રી શામળભાઈ પટેલે વિગતવાર માહિતી, સૂચનાઓ અને સાથે રાખવાના આધારો, નિમણૂંક પત્ર, ઓળખપત્ર વગેરે અંગે માહિતગાર કરીને આવશ્યક તમામ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

દરેક વિધાનસભા દીઠ ગૃપમાં સવારે ૭ કલાકે પોલિટેકનીક કોલેજ હિંમતનગર ખાતે પહોચવા જણાવાયું હતું. આ માટે સંકલન કર્તા કાર્યકર્તાઓમાં બાયડ વિઘાનસભા માટે ભુપતસિંહ સોલંકી, મોડાસા વિધાનસભા માટે અંકિતભાઇ પટેલ અને ભીલોડા વિધાનસભા માટે ગજાનંદભાઇ પ્રજાપપતિનો સમાવેશ થાય છે. જેઓ દરેક એજન્ટોનું વિધાનસભા પ્રમાણે સંકલન કરશે. એક વિધાનસભા દીઠ ૧૫ કાર્યકર્તાની મત ગણતરી માટે નીમણુંક કરવામાં આવી છે. ચુંટણીપંચના નિયમનું ચુસ્ત પરિપાલન કરવા સહિતની સૂચનાઓ આપવામાં આવી હતી. મતગણતરી શરૂ થતાં અગાઉ ઇ.વી.એમ. મશીનમાં સીલ ચેક કરવું. તે પછી મશીન ઓન કરી ૧૭ સી.નું પત્રક મુકવામાં આવશે ત્યારે આ પત્રકમાં સમગ્ર મતદાનની માહિતી હશે ઇ.વી.એમ. ઓન કરીને ઉમેદવારના નંબર પ્રમાણે મતદાનના આંકડા લખવા વગેરે બાબતોની કાળજી લેવા જણાવાયું હતું.

આ સંસદીય મત વિસ્તારમાં આવતા અરવલ્લી જિલ્લામાં અરવલ્લી ત્રણ વિધાનસભા ક્ષેત્રના બુથોની 77 રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ કરાશે. એક રાઉન્ડમાં ૧૪ બૂથની ગણતરી કરવામાં આવશે. આ તમામ સુચનાઓનું ચૂંટણીના નિયમોનુસાર ચુસ્ત પાલન કરવા ઊપર ભાર મૂકીને જિલ્લા ભાજપ પ્રમુખ રણવીરસિંહ ડાભીએ એજન્ટો કાર્યકરોને આ અભ્યાસ વર્ગમાં જરૂરી સૂચનાઓ આપી હતી. ત્રણેય વિધાનસભા વિસ્તારના મતગણતરી એજન્ટ તરીકે નિયુક્ત તમામ કાર્યકરો આ આભાસ વર્ગમાં ઉપસ્થિત રહ્યા હતા.