Connect Gujarat
Featured

સાબરકાંઠા: એક એવું શાકમાર્કેટ જ્યાં ખેડૂતો જાતે જ કરે છે શાકભાજીનો વેપાર, જુઓ શું છે હેતુ

સાબરકાંઠા: એક એવું શાકમાર્કેટ જ્યાં ખેડૂતો જાતે જ કરે છે શાકભાજીનો વેપાર, જુઓ શું છે હેતુ
X

શાકભાજી માર્કેટમાં કમીશન પ્રથા અને દલાલીને કારણે ખેડૂતો તો ઠીક પણ રીટેઈલમાં શાકભાજી ખરીદનારાલોકોએ પણ ખિસ્સા હળવા કરવા પડે છે. જો કે હવે લોકોને સસ્તા ભાવે તાજું શાકભાજી મળીરહે એ માટે હિમતનગર શહેરમાં દલાલી અને કમીશન વગરનું એક શાકમાર્કેટ શરૂ થયું છે.

શાકભાજીનું વાવેતર કરનારા ખેડૂતોના નસીબમાં રાતોના ઉજાગરા અને દલાલો દ્વારા લેવાતા કમીશનનાં કકળાટ કાયમી લખેલા હોય છે. જો કે હિમતનગરમાં હવે ખેડૂતોને નિરાંત મળે તવું એક માર્કેટ શરુ થયું છે. મોતીપુરા વિસ્તારમાં શરુ થયેલા રામદેવ પીર શાક માર્કેટમાં નથી દલાલી લેવાતી કે નથી લેવાતું કમીશન. જેનો સીધો ફાયદો હવે ખેડૂતો લઇ રહ્યા છે. સામાન્ય રીતે શાક માર્કેટમાં ખેડૂતો સવારે ૪ વાગ્યે પોતાની ઉપજ વેચવા જતા રહેતા હોય છે. જેને લઈને ઉજાગરા એ લોકો માટે કાયમી થઇ જતા હોય છે.જો કે આ માર્કેટ સાંજે૩ થી ૭ ખુલ્લુ રહે છે. જેને લઈને ખેડૂતો સાંજે ઉતારેલી શાકભાજી સાંજે જ વગર ઉજાગરે રોકડથી વેચી શકે છે.

તો સામે રિટેઈલ માર્કેટમાં લોકોને તાજુ શાકભાજી મળી રહે છે.ખેડૂતોના હિતને ધ્યાને રાખીને શરૂ થયેલા આ માર્કેટને ખેડૂતોનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે હવે દર રવિવારે આ માર્કેટમાં ખેડૂત બજાર પણ શરુ થનાર છે. જ્યાં ખેડૂતો પોતાનો માલ સીધો જ લોકોને વેચી શકશે.

Next Story