Connect Gujarat
દેશ

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની થઈ શકે છે ભાજપમાં થી હકાલપટ્ટી, સંરક્ષણ સમિતિમાંથી હટાવવામાં આવ્યા

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની થઈ શકે છે ભાજપમાં થી હકાલપટ્ટી, સંરક્ષણ સમિતિમાંથી હટાવવામાં આવ્યા
X

મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત બોલાવવા ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મોંઘું પડ્યું છે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ સાધ્વી પ્રજ્ઞાને સંરક્ષણ મંત્રાલયની સંસદીય સમિતિમાંથી હટાવ્યા છે.

મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત બોલાવવા ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મોંઘું પડ્યું છે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ સાધ્વી પ્રજ્ઞાને સંરક્ષણ મંત્રાલયની સંસદીય સમિતિમાંથી હટાવ્યા છે. આ સાથે જ સાધ્વી પ્રજ્ઞાને સત્ર દરમિયાન યોજાનારી ભાજપની સંસદીય દળની બેઠકોમાં ભાગ ન લેવાનું કહેવામાં આવ્યું છે.

સુત્રો પાસે થી એવા અહેવાલો મળી રહ્યા છે કે, પાર્ટીની અનુશાસન સમિતિ સાધ્વી પ્રજ્ઞા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી શકે છે. તેને પાર્ટીમાંથી પણ કાઢવામાં આવી

શકે છે. ભાજપના કાર્યકારી પ્રમુખ જે.પી.નડ્ડાએ

કહ્યું કે ગઈકાલે સંસદમાં તેમનું નિવેદન નિંદાજનક હતું. ભાજપ આવા નિવેદનો કે

વિચારધારાને ક્યારેય સમર્થન નથી આપતું.

શું છે સમગ્ર મામલો?

લોકસભામાં એસપીજી સુધારા બિલ અંગે ચર્ચા કરતી વખતે ડીએમકેના સાંસદ એ.કે. રાજા

ગોડસેના નિવેદનની વાત કરી રહ્યા હતા કે તેમણે મહાત્મા ગાંધીને કેમ માર્યો, ત્યારે જ સાધ્વી પ્રજ્ઞાએ તેમને અટકાવ્યા. અને કહ્યું, 'તમે દેશભક્તનું ઉદાહરણ આપી શકતા નથી.' જો કે, પ્રજ્ઞા સિંહ ઠાકુરનું નિવેદન લોકસભાના રેકોર્ડમાં થી દૂર કરવામાં આવ્યું હતું.

પ્રિયંકાએ પીએમ મોદી પર નિશાન સાધ્યું

સાધ્વી પ્રજ્ઞાના નિવેદન પર કોંગ્રેસ

મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વિટ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન

સાધ્યું હતું. તેમણે કહ્યું, આજે

દેશની સંસદમાં ઉભા રહીને ભાજપના એક સાંસદે ગોડસેને દેશભક્ત ગણાવી દીધા. હવે પ્રધાનમંત્રી થી વિનંતી છે કે દિલ કહી દે મહાત્મા

ગાંધી વિષે તેમના કયા મંતવ્યો છે? મહાત્મા ગાંધી અમર રહે.

પહેલા પણ ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા

આ પહેલીવાર નથી જ્યારે પ્રજ્ઞા સિંહ ઠાકુરે નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા છે. લોકસભાની ચૂંટણી વખતે પણ

તેમણે નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા. પીએમ મોદીએ પ્રજ્ઞા સિંહ ઠાકુરના નિવેદન પર નારાજગી પણ

વ્યક્ત કરી હતી. પીએમએ કહ્યું હતું કે સાધ્વી પ્રજ્ઞાએ આ મામલે માફી માંગી હોવા છતાં હું તેને મારા દિલથી ક્યારેય માફ નહીં શકું.

Next Story