New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/nhai-liqour-l-pti.jpg)
સુપ્રીમ કોર્ટ દ્વારા ગુરુવારના રોજ દારૂના વેચાણને લઈને એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો.
આ નિર્ણય મુજબ સુપ્રીમ કોર્ટે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય અને રાજયના હાઇવે પર 500 મીટરના દાયરામાં દારૂના વેચાણ પર મનાઈ ફરમાવી છે.
ચીફ જસ્ટિસ ટી.એસ. દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે તમામ દારૂ વેચાણનું લાઇસન્સ ધરાવતા વિક્રેતાઓ તેમના લાઇસન્સ ની સમય મર્યાદા પુરી થયા સુધી અથવા 31 માર્ચ 2017 બંને માંથી જે પહેલી હોય ત્યાં સુધી જ હાઇવે પર દારૂનું વેચાણ કરી શકશે.
વધુમાં જણાવતા તેમણે કહ્યુ હતુ કે લાઇસન્સની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ તેને ફરીથી રીન્યુ કરવામાં નહિ આવે.
રાજ્યો અને કેટલીક NGO દ્વારા કરવામાં આવેલ અરજીઓને પગલે કોર્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.