ભરૂચના જંબુસર તાલુકાની વિવિધ શાળાઓમાં જિલ્લા પોલીસડા મયુર ચાવડાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો
ભરૂચના જંબુસર તાલુકાના ઉમરા,નોબાર તેમજ ભોદર ગામની પ્રાથમિક શાળાઓમા ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાની ઉપસ્થિતિમા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પોલીસ ઈન્સ્પેક્ટર એ.વી.પાણમિયા, તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી બળવંતસિંહ પઢીયારે ત્રણેય પ્રાથમિક શાળા મા અભ્યાસ અર્થે આવનાર નવા વિધાર્થીઓને આવકાર્યા હતા.આ પ્રસંગે વિવિધ ઉદ્યોગ એકમોના સહયોગથી શાળાના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ વૃક્ષારોપાણનો પણ કાર્યક્રમ યોજાયો હતો.
