Top
Connect Gujarat

સેલવાસ : બે બાળકના પિતા અને અપરણિત યુવતી વચ્ચેના પ્રેમ સંબંધમાં યુવકને જાહેરમાં પડ્યો માર

સેલવાસ : બે બાળકના પિતા અને અપરણિત યુવતી વચ્ચેના પ્રેમ સંબંધમાં યુવકને જાહેરમાં પડ્યો માર
X

સંઘપ્રદેશ સેલવાસમાં બોનતા ગામમાં લગ્નેતર સબંધમાં 2 બાળકના પિતા અને યુવતી બાઈક પર જતા યુવતીના પરિવારજનોએ મારમાર્યો હતો. આ સમગ્ર ઘટના નો વિડિઓ સોસીયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેમાં યુવતીના પરિવારજનો દ્વારા જાહેર રસ્તા પર યુવકને લાકડાથી ફટકાર્યો હતો.

લગ્નેતર સંબંધમાં કૈક આવું પણ બને છે. 2 સંતાનના પિતા અને અપરણિત પ્રેમિકા સાથે જતા હતા તે સમયે અચાનક પ્રેમિકાના પરિવારજનો આવી ચડતા પ્રેમીને જાહેર રસ્તા પર મારમાર્યો હતો. સમગ્ર ઘટનામાં યુવતીની સગાઈ થઇ ગઈ હોય જેને લઈને પ્રેમી દ્વારા યુવતીના મંગેતરને રાત્રિ દરમિયાન ફોન કરી યુવતી વિષે ગમેતેમ બોલી સગાઈ તોડવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.

જેને લઈને યુવતીના પરિવારજનોએ યુવકને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ યુવક ના સમજતા અને યુવતી સાથે બાઈક પર ફરવા જતા પરિવારજનોએ બંન્નેવને ઝડપી પાડ્યા હતા. જેને લઈને યુવકને યુવતીના પરિવારજનોએ જાહેરમાં ફટકાર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને નાનકડા પ્રદેશમાં આ વિડિઓ વાઇરલ થતા ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.

Next Story
Share it