સેલવાસના રાખોલી વિસ્તારમાં આવેલ એક કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ

New Update
સેલવાસના રાખોલી વિસ્તારમાં આવેલ એક કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ

સંઘપ્રદેશ સેલવાસના રાખોલી વિસ્તારમાં આવેલ એક કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી છે. આ ઘટનાને પગલે ૩ ફાયર ફાઇટરો દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે.

સંઘપ્રદેશ સેલવાસના રાખોલી વિસ્તારમાં આવેલ હેમિલ્ટન નામની કંપનીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. જે ઘટનાને લઈને ૩ ફાયર ફાઇટરો દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગ વધુ પ્રસરવા લાગતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. જેથી હાલ આગને કાબુમાં લેવા માટે પાડોશી રાજ્ય ગુજરાત માંથી પણ ફાયર ફાઇટરોની મદદ લેવામાં આવી રહી છે.