શામળાજી પંથકમાં ભારે પવન સાથે વરસાદી વાવાઝોડું : શેડ તૂટી પડતા 1 ઇજાગ્રસ્ત

85

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાના વાતાવરણમાં સાંજના સુમારે એકાએક પલટો આવી આકાશે વાદળો ઘેરાતા અને ધીમી ગતિના પવન ફૂંકાવાની સાથે હિંમતનગર પંથકમાં વરસાદી ઝાપટું પડ્યું હતું અરવલ્લીના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભારે પવન ફૂંકાવાની સાથે ભારે પવન સાથે ધોધમાર વરસાદ સાથે વાવાઝોડું ત્રાટકતા ભારે અફડાતફડી મચી હતી બંને જીલ્લામાં વરસાદી છાંટા સાથે ધીમી ગતિના પવનો થી વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીથી આંશિક રાહત અનુભવાઈ હતી.

અરવલ્લી જીલ્લાના ભિલોડા, શામળાજી,મેઘરજ,માલપુર પંથકમાં ભારે પવન ફૂંકાતા મીની વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા હતા શામળાજીમાં  આજે સાંજના સમયે હવામાનમાં આકાશે એકાએક પલટો આવતા કાળા ડિબાંગ વાદળો ગોરંભાઈ ગયાં હતાં અને વરસાદી માવઠું થયું હતું. ભારે ઉકળાટ અને ગરમી પછી આજરોજ બપોર બાદ વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો હતો.અને કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.અલબત્ત, એકાએક થયેલા હવામાન પલટા સાથે ઝાપટું પડતા ખેડૂતોમાં ચિતાના વાદળો ઘેરાઈ ગયા હતા. આ માવઠાને લીધે આ વિસ્તારમાં ભારે ગરમી વચ્ચે લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો.

શામળાજીમાં વાવાઝોડા સાથે વરસાદથી નુકસાન,શામળાજી ચાર રસ્તા પાસે ભારે પવનથી પતરાનો શેડ ધરાશાઈ થયો હતી. શેડ પડતા દિવાલ ધરાશાઈ થતા એક વ્યક્તિ દબાયો હતો.સ્થાનિકો દ્વારા દબાયેલી વ્યક્તિને બહાર કાઢી સારવાર માટે મોકલાયો  હતો.શેડ નીચે રહેલી બાઇકોને પણ નુકસાન થયું હતું.

 

LEAVE A REPLY