Connect Gujarat
Featured

Special bulletin || ઇન્ડિયન પ્રીમીયર લીગ જ્યાં સૌથી વધુ થાય છે પૈસાની “રેલમછેલ”

Special bulletin || ઇન્ડિયન પ્રીમીયર લીગ જ્યાં સૌથી વધુ થાય છે પૈસાની “રેલમછેલ”
X

ઇન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટમાં નવી ક્રાંતિના રૂપે પણ જોવામાં આવે છે. જેને ક્રિકેટની રમતને સંપૂર્ણપણે બદલી નાખી અને આ ટુર્નામેંટએ એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે પણ પોતાના દરવાજા ખોલી દીધા. 2007 નું વર્ષ ભારત માટે ખુબજ મહત્વનુ સાબિત થયું હતું. આજ વર્ષે ભારતે પ્રથમ ટ્વેન્ટી 20 વિશ્વકપ જીત્યો અને આ જ વર્ષે આઇપીએલ ટુર્નામેંટની યોજના ઘડવામાં આવી. અને 2008 ના વર્ષમાં સૌપ્રથમ આઇપીએલની ટુર્નામેંટ યોજવામાં આવી. આ પ્રથમ આંતરરાષ્ટ્રીય ટુર્નામેંટ હતી જેમાં વિશ્વની દરેક ટીમના ખેલાડીઓ અલગ અલગ ટીમોના અલગ અલગ ખેલાડીઓ સાથે ગ્રાઉંડ પર ઉતરશે અને મેચ રમશે. અને આઇપીએલમાં આઠ ટીમોની ફ્રેંચાઇઝી ઊભી કરવામાં આવી જેમાં દેશ અને વિદેશના ખેલાડીઓને સમાવવામાં આવ્યા અને 2008 ના વર્ષમાં એપ્રિલની 18 તારીખથી ટુર્નામેંટનો પ્રારંભ થયો. ટૂર્નામેન્ટ શરૂ થયાના એક વર્ષ પહેલા ભારતે 2007 નો ટી 20 વર્લ્ડ કપ જીત્યો હતો, ત્યારબાદ ભારતના દરેક ક્રિકેટ પ્રેમી ટી 20 ક્રિકેટના દિવાના બની ગયા હતા. ભારતીય ક્રિકેટ પ્રેમીઓના ક્રેઝને બરકરાર રાખવા અને રૂપિયા કમાવવા માટે આઈપીએલ એટ્લે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ ટૂર્નામેન્ટની નવી પેટર્ન બનાવવાની યોજના બનાવવામાં આવી. આ ટૂર્નામેન્ટનું ફોર્મેટ ઇંગ્લિશ પ્રીમિયર લીગ અને અમેરિકાની નેશનલ બાસ્કેટ બોલ લીગ જેવું જ હતું. આઈપીએલની આ પ્રથમ ટૂર્નામેન્ટની પાછળનું સંપૂર્ણ દિમાગ લલિત મોદીનું હતું જે આઈપીએલના કમિશનર બન્યા હતા.

વિશ્વની સૌથી ધનાઢ્ય ટુર્નામેંટ માનવમાં આવે છે આઇપીએલ. જેમાં માત્ર ભારતના નહીં પરંતુ વિદેશી ખેલાડીઓ પણ માલામાલ બને છે. આ એક એવી રમત પ્રતિયોગિતા છે જેમાં રૂપિયાની રેલમ છેલ જોવા મળે છે.

2008માં વિશ્વની આ સૌથી ધનાઢ્ય ક્રિકેટ લીગનો પ્રારંભ થયો તે સાથે જ માત્ર ભારતના નહીં પરંતુ દુનિયાભરના ક્રિકેટર માલામાલ થઈ ગયા. ભારતીય ક્રિકેટ બોર્ડે આ માટે આઠ ફ્રેન્ચાઇઝી રાખી હતી. એ તમામ ફ્રેન્ચાઇઝી વિશ્વના ચુનંદા ક્રિકેટરને પોતાનાં નાણાંના જોરે ખરીદીને લીગ ટુર્નામેન્ટમાં ભાગ લે છે. શરૂઆતમાં તો એમ લાગતું હતું કે કોઈ દેશ કે સ્ટેટની ટીમ નહીં હોવાથી પ્રેક્ષકોનો પ્રતિસાદ કેવી રીતે સાંપડે પણ બન્યું તેનાથી ઉલટું. ભારતના કરોડો રમતપ્રેમી માટે માત્ર ક્રિકેટ અને ક્રિકેટર મહત્વના હતા. તેઓ કઈ ટીમ તરફથી રમે છે તે મહત્વનું ન હતું. આથી જ આ ટુર્નામેન્ટ લોકપ્રિય બની ગઈ. એક તરફ વિરાટ કોહલી અને ક્રિસ ગેઇલ કે ડી વિલિયર્સ એક જ ટીમમાંથી રમતા જોવા મળે તો તેમની સામે જસપ્રિત બુમરાહ બોલિંગ કરતો હોય કે રોહિત શર્મા રમતો હોય તો રોમાંચ તો રહેવાનો જ છે. મેદાન પર ખેલાડીઓ જે રીતે ધૂમ મચાવે છે તેવી જ રીતે આઇપીએલ અગાઉની હરાજી પણ એવો જ રોમાંચ પેદા કરે છે. આઇપીએલ માં સવામિષ્ટ ટીમો પોતાના ખેલાડીઓ માટે હરાજીમાં ભાગ લે છે અને દેશ અને વિદેશના ખેલાડીઓ પર બોલી લગાવે છે. લાખોથી કરોડો રૂપિયા સુધીની બોલી હરાજીમાં લાગતી હોય છે દરેક ટીમને એક બજેટ આપવામાં આવે છે જેની મર્યાદામાં ટિમ રચવાની હોય છે. આ હરાજીમાં ક્રિકેટરોની કિસ્મત ચમકતી હોય છે. કોઈ લખોમાં તો કરોડ અને કરોડોમાં વેચાતો હોય છે. ખેલાડીઓ આ ટુર્નામેંટમાં માલામાલ થાય છે. મુદ્દાની વાત કરીએ તો આ પ્રતિયોગિતામાં રૂપિયાની રેલમ છેલ જોવા મળે છે.
ફિલ્મ સિતારાઓથી લઈને ઉદ્યોગપતિઓએ ક્રિકેટ લીગમાં પોતાની ટિમ બનાવી. અને દરેક ટીમોએ આઇકોન ખેલાડીને કપ્તાન બનાવ્યા અને શરૂઆત થઈ ઈન્ડિયાના ત્યોહારની.

ઇન્ડિયન પ્રીમીયર લીગ દેશ માટે એક તહેવાર બની ગયો છે. લલિત મોદીના પ્રોજેકટમાં ફિલ્મી હસ્તીઓથી લઈને મોટા ઉદ્યોગપતિઓએ રસ દાખવ્યો અને આઇપીએલની ફ્રેંચાઇઝીની ખરીદી કરી. બોલીવુડ સુપરસ્ટાર શાહરુખ ખાને જુહી ચાવલાની પાર્ટનરશિપમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટિમ ખરીદી, તો પ્રીતિ ઝીંટાએ કિંગ્સ ઇલેવન પંજાબની ટિમ બનાવી, શિલ્પા શેટ્ટીએ પોતાના પતિ સાથે રાજસ્થાન રોયલ્સની ટિમ ખરીદી.... ઉદ્યોગપતિઓમાં દેશના સૌથી માલેતુજાર મુકેશ અંબાણિના પત્ની નીતા અંબાણી મુંબઈ ઈન્ડિયન્સની માલિક બની તો કિંગફિશરના વિજય માલ્યા રોયલ ચેલેન્જર્સ બેંગલોરના માલિક બન્યા. જ્યારે હૈદરાબાદની ફ્રેંચાઇઝી મીડિયા હાઉસ ડેક્કન ક્રોનીકલએ લીધી હતી. જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સની ઇન્ડિયન સિમેન્ટસ દ્વારા ફ્રેંચાઇઝી લેવામાં આવી હતી. તેમજ દિલ્લીની ફ્રેંચાઇઝી ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેંટ ગ્રૂપ જીએમઆર દ્વારા ખરીદવામાં આવી હતી. આમ પ્રથમ લીગમાં આઠ ટીમો બનાવવામાં આવી હતી જેમાં આઇકોન એટ્લે કે ધુરંધર ક્રિકેટરોને ટીમની કમાન સોંપવામાં આવી હતી. કોલકાતાએ સૌરવ ગાંગુલી, પંજાબે યુવરાજ સિંહ, દિલ્લીની ટિમ માટે વિરેન્દ્ર સહેવાગ, રાજસ્થાન માટે શેન વોર્ન, ચેન્નઈમાં મહેન્દ્ર સિંહ ધોની, બેંગલોરની ટિમ માટે રાહુલ દ્રવિડ અને હૈદરાબાદ માટે વીવીએસ લક્ષ્મણ જ્યારે મુંબઈની ટિમ માટે સચિન તેંડુલકરને કપ્તાન બનાવવામાં આવ્યા હતા.

આઇપીએલ ટુર્નામેંટ સતત દર વર્ષે યોજાતી ગઈ અને ટીમોમાં પણ ફેરફારો થતાં ગયા દરમિયાન કેટલાક વિવાદો પણ સર્જાયા

દરેક મોટો ખેલાડી વિશ્વની આ સૌથી મોટી લીગમાં રમે છે, જે 2 મહિના સુધી ચાલે છે અને તેનું જોહર બતાવે છે. ક્રિકેટ ચાહકોને 2 મહિના સુધી મનોરંજન મળી રહે છે. સિક્સરોનો વરસાદ, તો વિકેટોની ઝડી જોવા મળે છે. ગજબના કેચ પકડાય છે તો અજબ રન આઉટ પણ જોવા મળે છે. પરંતુ તે દરમિયાન, ઇન્ડિયન પ્રીમિયર લીગમાં એવા ઘણા વિવાદો થયાં જેને ક્રિકેટના રંગ માં ભંગ પાડ્યો હોય. ચાલો એક નજર કરીએ આઇપીએલ ઇતિહાસના મોટા વિવાદો પર જેણે સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું. સ્પોટ ફિક્સિંગ એ આઈપીએલના ઇતિહાસમાં સૌથી શરમજનક અને ધ્રુજાવતો વિવાદ હતો, જેમાં રાજસ્થાન રોયલ્સના 3 ખેલાડીઓ પકડાયા હતા. વર્ષ 2013 માં ફાસ્ટ બોલર એસ શ્રીસંત, સ્પિનર અંકિત ચવ્હાણ અને અજિત ચંદેલા પર સ્પોટ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. 2014 માં ચેન્નાઈ સુપર કિંગ્સના અધિકારી ગુરુનાથ મયપ્પન અને રાજસ્થાન રોયલ્સના માલિક રાજ કુંદ્રાને સ્પોટ ફિક્સિંગ બદલ દોષી ઠેરવાયા હતા. 2008 ના થપ્પડ કાંડને આઈપીએલનો સૌથી મોટો વિવાદ માનવામાં આવે છે. આઈપીએલની પહેલી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા ઓફ સ્પિનર હરભજન સિંહે કિંગ્સ ઇલેવન પંજાબનો ઝડપી બોલર એસ શ્રીસંતને થપ્પડ મારી દીધો હતો. મેદાન પરની આ ઘટના બાદ શ્રીસંત રડતા કેમેરામાં કેદ હતો. ઇન્ડિયન પ્રીમિયર લીગને ભારતમાં લાવનારા અને ટોચ પર પહોંચાડનારા લલિત મોદીને બહાર કરવાનો વિવાદ પણ સૌથી ચર્ચિત હતો. હકીકતમાં, તેના પર મની લોન્ડરિંગ, આર્થિક ગેરરીતિઓ, લાંચ અને સટ્ટાબાજીનો આરોપ હતો, ત્યારબાદ તે આઈપીએલમાંથી બહાર નીકળ્યો જ પણ દેશમાંથી ભાગી ગયા હતા. હાલમાં લલિત મોદી લંડનમાં રહે છે. કોલકાતા નાઈટ રાઇડર્સના માલિક શાહરૂખ ખાન અને બોલિવૂડના કિંગ ખાન પણ આઈપીએલના સૌથી મોટા વિવાદમાં ફસાયા હતા. વર્ષ 2012 માં શાહરૂખ ખાન પર મુંબઈના વાનખેડે સ્ટેડિયમના સુરક્ષા જવાનો સાથે ઝઘડવાનો આરોપ લાગ્યો હતો. આ મેચ કોલકાતા નાઈટ રાઇડર્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી હતી. મુંબઈ ક્રિકેટ એસોસિએશને આરોપ લગાવ્યો હતો કે, શાહરૂખ ખાન વાનખેડે સ્ટેડિયમમાં દારૂનો નશો કરી આવ્યા હતા અને સુરક્ષા કર્મચારીઓ સાથે ઝઘડો કર્યો હતો, જેના પગલે તેમના પર પાંચ વર્ષ સુધી વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો.

આઇપીએલની 14 મી સિઝન માટે આજે ચેન્નઈમાં ઓક્શન રાખવામા આવ્યું છે. એપ્રિલમાં યોજનારી આ ટુર્નામેંટમાં અનેક નવા ચહેરા જોવા મળશે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 14મી સીઝન માટે હરાજી થોડી વારમાં જ ચેન્નઈમાં શરૂ થશે. એના માટે 292 પ્લેયર્સનું શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું છે. જોકે તમામ 8 ટીમની પાસે માત્ર 61 ખેલાડીના સ્લોટ ખાલી છે. એવું કહેવાઈ રહ્યું છે કે તેમાંથી 40-45 ખેલાડી જ વેચાઈ શકે છે. તમામ ફ્રેન્ચાઈઝીની નજર ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ અને ન્યૂઝીલેન્ડના કાઇલ જેમિસન પર હશે.


ઓક્શનની શરૂઆત બેટ્સમેનથી થશે. એ પછી ઓલરાઉન્ડર, વિકેટકીપર્સ અને બોલર્સ પર બોલી લાગશે. તમામ 292માંથી માત્ર 10 ખેલાડીને 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસના સ્લોટમાં રાખવામાં આવ્યા છે. આ સિઝનમાં ઘણા નવા ચહેરા પણ જોવા મળશે જેમાં સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર પણ સામેલ છે તો સાથે જ અનેક ગુજરાતી ખેલાડીઓની પણ બોલી લગાવવામાં આવશે. 2020 ની ટુર્નામેંટ દુબઈમાં યોજાઇ હતી અને કોરોના મહામારીના કારણે ક્રિકેટના ચાહકો સ્ટેડિયમમાં મેચ નિહાળવાથી વંચિત રહ્યા હતા જ્યારે એપ્રિલમાં યોજનારી 2021 ની આ આઇપીએલની 14 મી સિઝન ભારતમાં રમાવના કારણે ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ પણ જોવા મળે છે.

Next Story